ગુજરાતમાં દોડશે દેશની પહેલી વંદેભારત મેટ્રો, અમદાવાદથી કયા શહેર વચ્ચે શરૂ થશે રૂટ?
Vande Bharat Metro: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચલાવ્યા બાદ રેલવે હવે વંદે ભારત મેટ્રોનું સંચાલન શરૂ કરી કરવાની તૈયારીમાં છે. દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ગુજરાતમાં દોડશે. આ માટે વંદે ભારત મેટ્રો અમદાવાદના સાબરમતી સ્ટેશન પર પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
Vande Bharat Metro: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચલાવ્યા બાદ રેલવે હવે વંદે ભારત મેટ્રોનું સંચાલન શરૂ કરી કરવાની તૈયારીમાં છે. દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ગુજરાતમાં દોડશે. આ માટે વંદે ભારત મેટ્રો અમદાવાદના સાબરમતી સ્ટેશન પર પહોંચી ગઈ છે. પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા જે.કે.જયંતના જણાવ્યા અનુસાર મેટ્રોની ટ્રાયલ આગામી થોડા દિવસોમાં શરૂ થશે. પ્રથમ વંદે ભારત મેટ્રોને પશ્ચિમ રેલવે દ્વારા વડોદરાથી અમદાવાદ સુધી દોડાવી શકાય છે, કારણ કે તાજેતરમાં રેલવેએ અમદાવાદથી મુંબઈના રૂટને ખૂબ જ અદ્યતન બનાવ્યો છે. જયંતે જણાવ્યું હતું કે રૂટ અંગેનો નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે, પરંતુ ઉમેર્યું હતું કે, વંદે ભારત મેટ્રો ટ્રેનના સંચાલનથી દૈનિક મુસાફરોનો સમય બચશે. આ ખાસ કરીને રોજિંદા મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવી છે.
અમદાવાદમાં ટૂંક સમયમાં ટ્રાયલ રન થશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના સિનિયર PRO જે.કે.જયંતે વંદે ભારત મેટ્રો સાબરમતી સ્ટેશને પહોંચવાની માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ રેલવે લોકોને ઓછા સમયમાં આર્થિક અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવા તરફ આગળ વધી રહી છે. જયંતે કહ્યું કે વંદે ભારત મેટ્રોની ટ્રાયલ રન આગામી થોડા દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ પછી તે બે મોટા શહેરો વચ્ચે દોડશે. જો કે જયંતે એ નથી જણાવ્યું કે વંદે ભારત મેટ્રો કેટલા શહેરો વચ્ચે ચાલશે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે વંદે ભારત મેટ્રોના પ્રથમ રૂટ માટે વડોદરાથી અમદાવાદ સૌથી યોગ્ય છે કારણ કે આ રૂટ પર રોજિંદા મુસાફરોની સંખ્યા સૌથી વધુ છે. જેથી વડોદરા, નડિયાદ, આણંદના હજારો લોકોને લાભ મળશે.
વંદે ભારત મેટ્રોની વિશેષતા
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જેમ મેટ્રો પણ થોડીક સેકન્ડમાં 100 કિમીની ઝડપે પહોંચી જશે. હાલની વંદે ભારત એક્સપ્રેસને શૂન્યથી 100 કિમીની ઝડપે પહોંચવામાં 52 સેકન્ડનો સમય લાગે છે, પરંતુ વંદે ભારત મેટ્રોને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે 45 થી 47 સેકન્ડમાં શૂન્યથી 100 કિમીની ઝડપે પહોંચી જાય છે. રેલ્વેએ મેટ્રોની મહત્તમ સ્પીડ હાલની વંદે ભારત એક્સપ્રેસ કરતા ઓછી રાખી છે. હાલમાં તેની સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. વંદે ભારત મેટ્રોની સ્પીડ 130 કિમી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT