કોહીનુર કરતા પણ મોટો ભારતનો આ હીરો, મંદિરથી ચોરી થયો જેની પાસે ગયો તેનું મોત થયું

ADVERTISEMENT

Diamond Bigger then Kohinoor
Diamond Bigger then Kohinoor
social share
google news

નવી દિલ્હી : અત્યાર સુધી તમે માત્ર કોહિનુર અંગે જ જાણતા હશો, જે ભારતથી બ્રિટન પહોંચ્યો અને સમયાંતરે તેને પરત લાવવાની માંગ કરવામાં આવતી રહી. જો કે ખુબ ઓછા લોકો જાણતા હશે કે, એક તરફ કિંમતી ઓર્લેવ હીરા ભારતનો જ હતો અથવા તો ખાણથી નિકળ્યો કોહિનુરથી મોટો હતો. 787 કેરેટનો આ ડાયમંડ ભારતમાં અત્યાર સુધી શોધવામાં આવ્યો, સૌથી મોટો પ્રાકૃતિક હીરો માનવામાં આવે છે. આ 1650 માં ગોલકંડાથી મળ્યો હતો. જો કે હવે તેને પાલિશ કરવામાં આવ્યો તો તે 195 કેરેટનો રહ્યો હતો.

આ હીરાને પણ કોહિનુરની જેમ જ શાપિત માનવામાં આવે છે અને તેની પાછળ પણ ખુબ જ રોચક કહાની છે. મળતી માહિતી અનુસાર 19 મી સદી દરમિયાન પોંડીચેરીના એક મંદિરમાં બ્રહ્માજીની મુર્તીની આંખમાં એક મોટો હીરો લગાવેલો હતો. તે સમયે ભારત વિશ્વમાં હીરા માટે ખુબ જ પ્રખ્યાત હતો. એક પુજારી જ્યારે ત્યાંથી પસાર થઇ રહ્યો હતો તો તેણે આ હીરાને જોઇ લીધો. પુજારીએ હીરા ચોરવાનું પ્લાનિંગ બનાવ્યું અને ત્યાં તેમાં સફળતા પણ મળી. જો કે કહેવામાં આવે છે કે, આ ડાયમંડ જેની પણ પાસે ગયો તેને અપશુકન જ થયું હતું.

1932 માં પહેલીવાર સામે આવ્યો
મળતી માહિતી અનુસાર બ્રહ્માજીની મૂર્તિથી ગાયબ થવાની સાથે જ શાપિત થઇ ગયો અને જેની પણ પાસે તે ગયો તે તમામની કોઇને કોઇ કારણે મોત થઇ ગયો હતો. તે સમયે ઘણા બધા હીરા ભારતથી ચોરીને બીજા દેશોમાં વેચવામાં આવ્યા. લાંબા સમય સુધી તે અંગે કોઇ માહિતી મળી નહોતી. જો કે 1932 માં ન્યૂયોર્કના એક વેપારી પાસેથી આ હીરો મળી આવ્યો. જેનું નામ ડેજબલ્યું પેરિસ હતું. તેણે આ હીરાને થોડા સમય બાદ વેચી દીધો, જો કે તેનો શ્રાપ તેની સાથે રહ્યો. મળતી માહિતી અનુસાર તે વર્ષે વ્યાપારીએ એક ઇમારતથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર રેકોર્ડના અનુસાર વ્યાપાર તેના શ્રાપથી મરનારો પહેલો વ્યક્તિ હતો. તેના નજીકના લોકોએ જણાવ્યું કે, તેઓ ઘણા દિવસોથી પરેશાન હતા. તેનો પોતાના પર કાબુ નહોતો રહ્યો.

ADVERTISEMENT

આ હીરો રશિયાના રોયલ પરિવારને વેચ્યો હતો. તે રાજકુમારી લિયોનિલા વિક્ટોરોવા બૈરિયાટિસ્કી અને નાડિયા વિંગિન ઓર્લોવને મળી ગયો હતો. તેમની પાસે જ્યારે હીરો પહોંચ્યો બંન્ને પર શ્રાપની અસર થવા લાગી અને એક દિવસ તેણે ઉંચાઇ પરથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. એક મહિના બાદ બીજી રાજકુમારીએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

પશ્ચિમી દેશો સુધી પહોંચી શાપિત હીરાની વાત
આ ત્રણેય ઘટનાઓ બાદ આ હીરાના શાપિત થવાની વાત સમગ્ર પશ્ચિમમાં ફેલાઇ ગઇ હતી. હીરાને ચાર્લ્ડ એફ વિલ્સને ખરીદ્યો ત્રણ ટુકડા કર્યા. તેને વિચાર આવ્યો કે તેના કારણે તેનો શાપ ખતમ થઇ જશે. તેણે અલગ અળગ આભુષણોમાં આ હીરો લગાવી દીધો હતો. થોડા વર્ષો બાદ ડાયમંડ ડીલર ડેનીસે તે ખરીદ્યો. જોકે આ હીરો તેની પાસે આવ્યો ત્યારથી તે બિમાર રહેવા લાગ્યું. તેણે આ હીરો અન્યને આપવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન રહ્યો. 1974 બાદ એવો કોઇ રેકોર્ડ નથી મળ્યો, જેણે તેના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હોય.

ADVERTISEMENT

એવો દાવો કરવામાં આવે છે કે, આ હીરો હવે ન્યૂયોર્કના મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યો છે. જો કે ત્યાં તેને શાપિત હોવાની વાતને પણ નથી માનવામાં આવતી. આ વાત પર એટલા માટે પણ વિશ્વાસ ન કરી શકાય કારણ કે તેઓ તેના ભારતીય હોવાના દાવાને પણ ફગાવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT