US: કેલિફોર્નિયામાં ભારતીય-અમેરિકન દંપતી અને જોડિયા બાળકોની ઘરમાં લાશ મળી, કારણ અકબંધ
Indian Family Dead in US: અમેરિકાના કેલિફોર્નિયામાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. ભારતીય મૂળનો એક પરિવાર શંકાસ્પદ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના પરિવારના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા.
પતિ-પત્ની અને બંને બાળકો ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા.
પોલીસ હત્યા અને આત્મહત્યાના એંગલથી કેસની તપાસ કરી રહી છે.
Indian Family Dead in US: અમેરિકાના કેલિફોર્નિયામાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. ભારતીય મૂળનો એક પરિવાર શંકાસ્પદ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતકોની ઓળખ 42 વર્ષીય આનંદ સુજીત હેનરી, તેમની 40 વર્ષની પત્ની એલિસ પ્રિયંકા અને તેમના 4 વર્ષના જોડિયા બાળકો નૂહ અને નીથન તરીકે થઈ છે. પોલીસને આ વિશે ત્યારે જાણ થઈ જ્યારે પરિવારના કોઈ સંબંધીએ ઘરે ફોન કર્યો અને કોઈએ ફોનનો જવાબ ન આપ્યો.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી, મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને મામલાની તપાસ શરૂ કરી. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક પરિવાર મૂળ કેરળનો હતો. પોલીસ હત્યા અને આત્મહત્યાના એંગલથી કેસની તપાસ કરી રહી છે. મોત પાછળના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી.
બાથરૂમમાંથી પિસ્તોલ મળી
સૈન મેટો પોલીસે જણાવ્યું કે, પતિ-પત્નીનું બાથરૂમમાં ગોળી વાગવાથી મોત થયું હતું. સ્થળ પરથી 9 એમએમની પિસ્તોલ અને એક મેગેઝીન પણ મળી આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું હતું કે એર કંડિશનર અથવા હીટરમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક થવાને કારણે મૃત્યુ થયું હતું. પરંતુ પોલીસને ઘરમાં ગેસ લીકેજ કે ખામીયુક્ત ઉપકરણોના કોઈ પુરાવા મળ્યા નથી.
ADVERTISEMENT
દંપતી 9 વર્ષથી અમેરિકામાં રહેતું હતું
આનંદ અને એલિસ બંને IT સેક્ટરમાં કામ કરતા હતા અને છેલ્લા 9 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. આનંદ સોફ્ટવેર એન્જિનિયર હતો અને એલિસ સીનિયર વિશ્લેષક હતી. તેઓ બે વર્ષ પહેલા ન્યુ જર્સીથી સૈન મેટો કાઉન્ટીમાં રહેવા ગયા હતા. આ કપલે વર્ષ 2020માં 17.42 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો.
2016માં ડિવોર્સ માટે કરી હતી અરજી
કોર્ટના રેકોર્ડ મુજબ, આનંદે ડિસેમ્બર 2016માં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટમાં અલગ થવાની પ્રક્રિયા થઈ શકી ન હતી. આડોશ-પાડોશના લોકો કહે છે કે પતિ-પત્ની ખૂબ ફ્રેન્ડલી હતા. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ભારતમાં તેમના પરિવારોના સંપર્કમાં છે અને તેમને કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવી રહી છે. કોન્સ્યુલેટે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT