INDvsPAK: પ્રેક્ટિસ સેશનમાં આ પાકિસ્તાની ખેલાડીને મળી ટીમ ઈન્ડિયા, રીષભ પંત ગળે લાગ્યો
દુબઈ: એશિયા કપ 2022 (Asia Cup 2022) માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ મેચની શરૂઆત પહેલા…
ADVERTISEMENT
દુબઈ: એશિયા કપ 2022 (Asia Cup 2022) માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ મેચની શરૂઆત પહેલા પાકિસ્તાની ટીમને ઝટકો લાગ્યો. તેનો ઝડપી બોલર શાહીન શાહ આફરીદી ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. શાહીન આફરીદીની જગ્યાએ મોહમ્મદ હસનૈનને ટીમમાં સ્થાન અપાયું છે.
પંત-કોહલી PAK ક્રિકેટરોને મળ્યા
ગુરુવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલી અને રિષભ પંત સહિત ભારતીય ખેલાડીઓએ શાહીન આફરીદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન રિષભ પંતે શાહીન આફરીદીને ગળે લગાડ્યો હતો. સોશિયલ મીડિયા પર તેમની આ તસવીર ખૂબ વાઈરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ પહેલા બહાર થવા છતાં શાહીન આફરીદી યુએઈના પ્રવાસે પાકિસ્તાન ટીમ સાથે ગયો છે. શાહીન આફરીદી ટૂર્નામેન્ટ દરમિયાન ટીમના ફિઝિયોની દેખરેખ હેઠળ રહેશે અને તેની રિકવરી પર મેડિકલ ટીમ નજર રાખી રહી છે.
Virat kohli,KL rahul, Rishab Pant meet Shaheen Afridi. pic.twitter.com/c7E7K0fZ7p
— BIG ONE ARMY. (@BBARMY56) August 25, 2022
ADVERTISEMENT
કોહલીએ રાશિદ ખાનની ખબર પૂછી
બુધવારે વિરાટ કોહલીએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને સ્ટાર સ્પિનર રાશિદ ખાન સાથે પણ મુલાકાત કરી હતી. પહેલા રાશિદ અને કોહલીએ એકબીજાના ખબર અંતર પૂછ્યા અને કોહલી અને બાબર વાત ચીત કરે છે અને પછી ટ્રેનિંગ માટે જતા રહે છે. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. બીસીસીઆઈએ પોતે આ વીડિયો શેર કર્યો છે. તેમાં કેપ્શનમાં લખ્યું છે, ગળે મળ્યા, હસ્યા અને વોર્મ-અપ મેચ દ્વારા અમે એશિયા કપની તૈયારી કરીએ છીએ.
Hello DUBAI ??
Hugs, smiles and warm-ups as we begin prep for #AsiaCup2022 #AsiaCup | #TeamIndia ?? pic.twitter.com/bVo2TWa1sz
— BCCI (@BCCI) August 24, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT