સૂર્યકુમારની વિસ્ફોટક બેટિંગની સહાયથી ભારતે ત્રીજી T20 મેચ જીતી, વીંડિઝને 7 વિકેટે હરાવ્યું
ભારતે ત્રીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટથી હરાવી દીધું છે. ટોસ હાર્યા પછી પહેલાં બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં પાંચ વિકેટનાં નુકસાને 164…
ADVERTISEMENT
ભારતે ત્રીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટથી હરાવી દીધું છે. ટોસ હાર્યા પછી પહેલાં બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં પાંચ વિકેટનાં નુકસાને 164 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ દરમિયાન કાઈલ મેયર્સે સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી. જેના જવાબમાં ભારતે સૂર્યકુમારના 76 રનની વિસ્ફોટક ઈનિંગની મદદથી 19 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ જીતની સાથે ભારતે પાંચ મેચની T20 સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
કેપ્ટન રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ
ભારત તરફથી બેટિંગ કરતા રોહિત શર્મા પાંચ બોલમાં 11 રન કરીને બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે પુલ શોટ માર્યા પછી કમરમાં દુખાવો થયો હતો અને પછી તે રિટાયર્ડ હર્ટ થઈને મેદાન બહાર થઈ ગયો હતો. રિષભ પંતે 26 બોલમાં 33 રન અને દીપક હુડ્ડાએ 10 રનની અણનમ ઇનિંગ રમી હતી. સીરિઝની છેલ્લી બે મેચ 6 અને 7 ઓગસ્ટે લોડરહિલ, ફ્લોરિડામાં રમાશે.
T20 ઈન્ટરનેશનલમાં રન ચેઝ કરતી વખતે જુલાઈ 2019થી છેલ્લી 21 મેચોમાં ભારતની આ 19મી જીત છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માત્ર બે મેચ હારી છે. વોર્નર સ્ટેડિયમમાં આ સૌથી મોટો રન ચેઝ પણ છે. અગાઉ વેસ્ટ ઈન્ડિઝે આ મેદાન પર 2017માં અફઘાનિસ્તાન સામે 147 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ADVERTISEMENT
પાકિસ્તાનનાં રેકોર્ડની બરાબરી કરી
આ જીતની સાથે ભારતે પાકિસ્તાનના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની 15મી T20 મેચ જીતી લીધી છે. તે જ સમયે, પાકિસ્તાનની ટીમે પણ વેસ્ટ ઈન્ડિઝ સામે 21 ટી-20 મેચમાંથી 15માં જીત મેળવી છે.
ADVERTISEMENT