લોકડાઉનમાં ઘરે બેઠા કંટાળતા યુવકે વિમાન બનાવ્યું, 200KMની ઝડપે ઉડતું આ પ્લેન કેટલી એવરેજ આપે છે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

કોરોનાની મહામારીમાં જ્યારે ઘણા દેશોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું એવામાં ઘણા લોકોએ નવી નવી વસ્તુઓ શીખવાનો પ્રયાસ કર્યો. ઘણા લોકોએ રસોઈ પર હાથ અજમાવ્યો તો કેટલાકે જુગાડ કરીને નવી નવી ટેકનિકથી ઘણી વસ્તુઓ બનાવી. આ બધા વચ્ચે કેરળમાં રહેતા એક વ્યક્તિએ કોફી અથવા બ્રેડ બનાવવાની જગ્યાએ એક વિમાન બનાવી દીધું. લંડનના રહેતા અને મૂળ કેરળના મિકેનિકલ એન્જિનિયર અશોક અલસોરિલ થમરાક્ષને ચાર સીટર વિમાન 18 મહિનામાં તૈયાર કરી દીધું છે. હવે અશોક પોતાના આ વિમાનમાં પત્ની અને બે દીકરીઓ સાથે આખું બ્રિટન ફરી ચૂક્યા છે.

અશોકે 18 મહિનાના સમયગાળામાં રૂ.1.8 કરોડ રૂપિયાના ખર્ચે આ 4 સીટર પ્લેન બનાવ્યું છે. અશોકે બનાવેલું આ વિમાન સિંગલ એન્જિન સ્લિંગ સી પ્લેન છે. જેને તેણે પોતાની નાની દીકરીના નામ પરથી G નામ આપ્યું છે. અશોક આ વિમાનથી ઓસ્ટ્રીયા, જર્મની, ચેક રિપબ્લિક સહિતના દેશોમાં ફરી ચૂક્યા છે. 38 વર્ષના અશોક 2006માં લંડનમાં શિફ્ટ થયા હતા.

અશોકે તૈયાર કરેલા આ 4 સીટર પ્લેનની સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેની ફ્યૂઅલ ટેન્ક 180 લીટરની છે. જેમાં દર કલાકે 20 લીટર ફ્યૂલનો વપરાશ થાય છે. એટલે કે આ વિમાનની ટેન્ક ફૂલ કરાવ્યા બાદ સળંગ 9 કલાક સુધી હવામાં ઉડી શકે છે. અશોકે આ વિમાન બનાવવા માટે પોતાના ઘરમાં જ વર્કશોપ બનાવી દીધી હતી.

ADVERTISEMENT

લંડનમાં રહેતા અશોકે કહે છે કે, 2018 સુધી હું પાયલટનું લાઇસન્સ લીધા બાદ નાની ટ્રિપ માટે ટુ-સીટર વિમાન ભાડેથી લેતો હતો. પરંતુ આ બાદ પત્ની અને બે દીકરીઓ માટે 4 સીટલ પ્લેનની જરૂર પડી. આથી મેં કેટલાક જૂના પ્લેન જોયા પરંતુ મને તે ગમ્યા નહીં આથી મેં બીજા વિકલ્પ પર કામ શરૂ કર્યું.

    follow whatsapp

    ADVERTISEMENT