યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈઝરાયલમાં વસતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, બિનજરૂરી પ્રવાસ ન કરવા સલાહ

ADVERTISEMENT

ભારતીય એમ્બેસીએ જાહેર કરી એડવાઈઝરી
Indian Embassy Israel Advisory
social share
google news

Israel vs Hamas-Lebanon war : ઇઝરાયલની ગાઝા પટ્ટીમાં હમાસ અને લેબનાનમાં હિઝ્બુલ્લાહ સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ ક્ષેત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ઇઝરાયેલમાં રહેતા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સલામત સ્થળોની નજીક રહેવા જણાવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય દૂતાવાસ સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તેના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયેલના અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.

એમ્બેસી તરફથી નાગરિકોને સાવચેત રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા નક્કી કરાયેલ પ્રોટોકોલનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય ઈમરજન્સીના કિસ્સામાં દૂતાવાસની 24*7 હેલ્પલાઈન પર સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. એમ્બેસીએ ટેલિકોમ્યુનિકેશનની સાથે ઈમેલ પણ જાહેર કર્યો છે. ઉપરાંત, જે ભારતીયોએ એમ્બેસીમાં નોંધણી કરાવી નથી તેમને પણ એક લિંક દ્વારા તાત્કાલિક નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT