ભારતીય ક્રિકેટરની પત્નીએ ભરણપોષણ માટે એટલા પૈસા માંગ્યા કે ઉદ્યોગપતિના પણ હાજા ગગડી જાય
નવી દિલ્હી : ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અંગેના એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતાની કોર્ટે ભારતીય ફાસ્ટ બોલરોને પોતાની અલગ રહેતી…
ADVERTISEMENT
નવી દિલ્હી : ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અંગેના એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતાની કોર્ટે ભારતીય ફાસ્ટ બોલરોને પોતાની અલગ રહેતી પત્ની હસીન જહાને પચાસ હજાર રૂપિયા માસિક ભરણપોષણની રકમ ચુકવવી પડશે. આ મુદ્દે અલીપુર કોર્ટના જજ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.
હસીન જહા દ્વારા 10 લાખ રૂપિયાની રકમની માંગ કરવામાં આવી
જો કે હસીન જહા આ રકમથી ખુશ નથી. તેણે પ્રતિમાસ 10 લાખ રૂપિયાની માંગ કરી હતી. વર્ષ 2018 માં હસીન જહાએ 10 લાખ રૂપિયાના માસિક ભરણપોષણની માંગ કરતા કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં જહાંએ કહ્યું કે, તે વ્યક્તિગત ખર્ચ માટે 7 લાખ અને પોતાની પુત્રીના ભરણપોષણમાટે 3 લાખ રૂપિયા પ્રતિમાસ ભરણપોષણ ઇચ્છે છે. હસીન જહાં હવે આ ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરશે.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના જીવન પર છાંટા ઉડાડ્યા હતા
વર્ષ 2018 માં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પર્સનલ લાઇફમાં ત્યારે હલચલ થઇ જ્યારે શમીની પત્નીએ તેના પર હિંસા, મેચ ફિક્સિંગ, દહેજ ઉત્પીડન જેવા ગંભીર આરોપ લગાવ્યા તા. ત્યાર બાદ શમીએ પોતાની પત્નીના આરોપો અંગે સ્પષ્ટતા કરી હતી. બંન્નેએ છુટાછેડાનો નિર્ણય કર્યો હતો. શમીએ થોડા સમય બાદ આક્ષેપ કર્યો કે, તેના પરિવારને કોઇ ભડકાવી રહ્યું છે જેના કારણે તે લોકો પર્સનલ લાઇપ અંગે ખોટી વાતો ફેલાવી રહ્યા છે. મારી વિરુદ્ધ કોઇ મોટુ કાવત્રું ચાલી રહ્યું છે. મને બદનામ કરવા અને મારી કારકિર્દી ખત કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. શમીએ એમ પણ કહ્યું કે, તેઓ દેશને ગદ્દારી કરવાના બદલે મરવાનું પસંદ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT