ભારતીય બેટ્સમેન સ્પિન બોલિંગ રમવાનું ભૂલી ગયા? સૂર્યાએ પણ રમી મેડન ઓવર, હાર બાદ ઉઠ્યા સવાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાંચી: ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સીરિઝની પહેલી મેચમાં મળેલી હાર બાદ ફેન્સ અને દિગ્ગજો વચ્ચે સવાલ ઉઠી રહ્યા છે કે શું ટીમ ઈન્ડિયા સ્પિન બોલિંગ રમવાનું ભૂલી ગઈ છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે રાંચીમાં રમાયેલી આ પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડના સ્પિનર્સે ભારતની અડધી ટીમને શિકાર બનાવી હતી.

ન્યૂઝીલેન્ડના સ્પિનર્સ સામે ભારતીય બેટ્સમેન લાચાર
ઓફ સ્પિનર માઈકલ બ્રેસવેલ, કેપ્ટન અને લેફ્ટ આર્મ સ્પિનર મિચેલ સેન્ટર ઉપરાંત લેગ સ્પિનર ઈશ સોઢીએ મળીને ભારતીય ટીમને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધી. ત્રણેયે મળીને 5 વિકેટ ઝડપી. તેમની આગળ ભારતીય બેટ્સમેન લાચાર જોવા મળ્યા.

ADVERTISEMENT

સેન્ટનરે સૂર્ય કુમારને મેડન ઓવર નાખી
બ્રેસવેલ અને સેન્ટરને 4-4 ઓવર નાખી. જેમાં ક્રમશઃ 31 અને 11 રન આપ્યા. આ બંનેએ 2-2 વિકેટ પોતાના નામે કરી. જ્યારે ઈશ સોઢીએ 3 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી. સેન્ટનરે પોતાની બોલિંગથી ભારતીય ખેલાડીઓને બિલકુલ ખુલીને રમવાની તક ન આપી. તેણે એક મેડન ઓવર પણ નાખી. જેમાં મોટી વાત એ રહી કે સેન્ટનરે આ મેડન ઓવર ત્યારે નાખી જયારે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ હાજર હતા. સેન્ટનરે ટી-20ના નંબર-1 બેટ્સમેન સૂર્યકુમારને પોતાના 6 બોલમાં એકપણ રન ન બનાવવા દીધો. જ્યારે લોકી ફર્ગ્યુસને પણ અર્શદીપ સિંહ સામે મેડન ઓવર નાખી હતી.

સીનિયર ખેલાડીઓને આરામ અપાયો છે
આ ટી-20 સીરિઝથી ઠીક પહેલા રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ત્રણ મેચોની વન-ડે સીરિઝમાં ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. જ્યારે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં યુવા ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સીરિઝ રમી રહી છે. આ સીરિઝમાં રોહિત શર્મા સહિત વિરાટ કોહલી અને મોહમ્મદ શમી જેવા અનુભવી ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT