કોમનવેલ્થ ગેમ્સ 2022: વેઇટલિફ્ટિંગમાં ભારતને એક જ દિવસમાં બે મેડલ
ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે બીજા દિવસે ભારતને બે મેડલ મળ્યા છે. પહેલા ભારતના સ્ટાર વેઇટ લિફ્ટર સંકેત મહાદેવ સરગર ભારતને સિલ્વર…
ADVERTISEMENT
ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે બીજા દિવસે ભારતને બે મેડલ મળ્યા છે. પહેલા ભારતના સ્ટાર વેઇટ લિફ્ટર સંકેત મહાદેવ સરગર ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. આ બાદ ગુરુરાજા પુજારીએ પુરુષ વેઇટલિફ્ટિંગની 61 કિલો કેટેગરીમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો.
સંકેત સરગરે મેન્સના 55 કિલોગ્રામ કેટેગરીમાં આ ઉપલબ્ધિ હાંસેલ કરી છે. સંકેત સરગરે બે રાઉન્ડના 6 પ્રયાસોમાં કુલ 248 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો. મહારાષ્ટ્રના સાંગલીમાં રહેનારા સંકેતે આ વખતે માત્ર કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં જ જગ્યા નથી બનાવી, પરંતુ શાનદાર પ્રદર્શન કરતા લોકોને પોતાના ફેન્સ બનાવી દીધા છે. તેમણે પહેલા રાઉન્ડમાં બેસ્ટ 113 કિલો વજન ઉઠાવ્યો. આ બાદ તેમણે બીજા રાઉન્ડમાં ક્લિન એન્ડ જર્કમાં 135 કિલો વજન ઉઠાવીને મેડલ પોતાના નામે કર્યો.
CWG 2022: भारत को दूसरा मेडल मिला, गुरुराजा ने जीता कांस्य पदकhttps://t.co/aTzZNir7aw #CWG2022 #CWG22 #GururajaPoojary pic.twitter.com/cAqehfzmgp
— Sports Tak (@sports_tak) July 30, 2022
ADVERTISEMENT
જ્યારે ગુરુરાજા પુજારીએ સ્નેચમાં 118નો સ્કોર કર્યો અને ક્લીન એન્ડ જર્કમાં 158નો સ્કોર કર્યો. એટલે કે તેણે કુલ 269નો સ્કોર કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. 29 વર્ષના ગુરુરાજા પુજારીનો કોમનવેલ્થ ગેમ્સમાં આ બીજો મેડલ છે. 2018ની ગોલ્ડકોસ્ટ ગેમ્સમાં પણ ગુરુરાજાએ સિલ્વર મેડલ જીત્યો હતો.
ADVERTISEMENT