ભારતે ઝિમ્બાબ્વેનો વનડે સિરીઝમાં વ્હાઈટ વોશ કર્યો, શુભમન ગિલની મેડન ODI સેન્ચુરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હરારેઃ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 વનડે મેચની સિરીઝ રમાઈ હતી, જેને ઈન્ડિયન ટીમે 3-0થી જીતી લીધી છે. આની છેલ્લી મેચ હરારે ખાતે સોમવારે રમાઈ હતી. તેમાં ઈન્ડિયન ટીમના કેપ્ટન રાહુલે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી ભારતે શુભમન ગિલની શાનદાર સદીની સહાયથી 50 ઓવરમાં 289/3નો સ્કોર નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ઈશાન કિશને ફિફ્ટી ફટકારી હતી. જ્યારે બ્રેડ ઈવાન્સે 10 ઓવરમાં 54 રન આપી 5 વિકેટ લીધી હતી..

રન ચેઝમાં ઝિમ્બાબ્વેનું પલડું ભારે
ભારતે આપેલા 290 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે શાનદાર રમત બતાવી હતી. 84 રનમાં 3 વિકેટ ગુમાવ્યા પછી ઝિમ્બાબ્વેની ટીમ બેકફૂટ પર ધકેલાઈ ગઈ હતી. જોકે ત્યારપછી સિકંદર રઝાએ 95 બોલમાં સદી ફટકારી ઝિમ્બાબ્વેની ટીમેને ટાર્ગેટની નજીક પહોંચાડી દીધી હતી. નોંધનીય છે કે ત્યારપછી ઈન્ડિયન બોલર્સે શાનદાર બોલિંગ પ્રદર્શન કરી 3 બોલ પહેલાં 13 રનથી મેચ જીતી લીધી છે.

ADVERTISEMENT

બ્રાડ ઇવાન્સ ક્લો
ઝિમ્બાબ્વે તરફથી બ્રાડ ઇવાન્સે પાંચ વિકેટ લીધી હતી. તેણે તેની ODI કરિયરમાં પ્રથમ વખત આવું કર્યું છે. ઇવાન્સે આ મેચમાં 10 ઓવરમાં 54 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ઇવાન્સે શિખર ધવન, કેએલ રાહુલ, શુભમન ગિલ, દીપક હુડા અને શાર્દુલ ઠાકુરની વિકેટ લીધી હતી. તેમના સિવાય ન્યુચી અને જોંગવેએ એક-એક વિકેટ લીધી હતી. તે જ સમયે ઈશાન કિશન રન આઉટ થયો હતો.

સીન વિલિયમ્સના આઉટ થયા બાદ સિકંદર મેચને પલટી ન શક્યો
સિકંદર રઝાએ સારી બેટિંગ કરી. એક છેડે વિકેટો પડતી રહી, પણ રઝા ક્રિઝ પર રહ્યો. કેપ્ટન ચકાબ્વા 16 રન બનાવીને આઉટ થયો હતો. રઝાએ ઈવાન્સ સાથે આઠમી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. ઈવાન્સ આવેશની બોલ પર 28 રન બનાવીને આઉટ થયો હતો. તેમના પછી સિકંદર રઝા પેવેલિયન પરત ફર્યા. અવેશે વિક્ટર ન્યુચી (00)ને બોલ્ડ કરીને ઝિમ્બાબ્વેની ઇનિંગ્સને સમેટી લીધી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT