ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં મેળવ્યા કુલ 61 મેડલ, 22 ગોલ્ડ મેડલ ભારતના ખાતામાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે કુલ 61 મેડલ જીત્યા છે. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સામેલ છે. હોકીમાં સિલ્વર મેડલ સાથે ભારતની સફરનો અંત આવ્યો. આ વખતે સંકેત સરગરે વેઈટ લિફ્ટિંગમાં પહેલો મેડલ મેળવ્યો હતો. ત્યારે મીરાબાઈ ચાનુએ પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી તમામ કુસ્તીબાજોએ મેડલ જીતીને ઈતિહાસનું પુનરાવર્તન કર્યું. ભારતીય ખેલાડીઓએ બોક્સિંગ અને બેડમિન્ટનમાં પણ ખૂબ જ ઉમદા પ્રદર્શન કર્યું હતું. ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ અને લૉન બૉલમાં પણ સારું રમ્યા હતા. આ સિવાય પેરા એથ્લેટ્સે પણ ઘણા મેડલ જીત્યા. આ સાથે શૂટિંગ ન હોવા છતાં ભારત આ વખતે 61 મેડલ લાવવામાં સફળ રહ્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સહિત કુલ 61 મેડલ જીત્યા છે. ભારત મેડલ લાવવામાં ચોથા સ્થાન પર છે. 178 મેડલ સાથે ઓસ્ટ્રેલીયા પ્રથમ સ્થાને છે જ્યારે 176 મેડલ સાથે ઇંગ્લૈંડ બીજા સ્થાન પર છે જ્યારે 92 મેડલ સાથે કેનેડા ત્રીજા સ્થાન પર છે. અને ભારત 61 મેડલ સાથે ચોથા સ્થાન પર છે. જ્યારે ન્યુઝીલેન્ડ 49 મેડલ સાથે 5માં સ્થાન પર છે.

ભારતના મેડલ વિજેતાઓ
22 ગોલ્ડ મેડલ:
મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટીટી મેન્સ ટીમ, સુધીર, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ, નવીન, ભાવિના, નીતુ, અમિત પંઘાલ, અલધૌસ, નીતુ. ઝરીન, શરત-શ્રીજા, પીવી સિંધુ, લક્ષ્ય સેન, સાત્વિક-ચિરાગ, શરત

ADVERTISEMENT

16 સિલ્વર મેડલ:
સંકેત સરગર, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, પુરુષોની લૉન બોલ ટીમ, અબ્દુલ્લા અબોબકર, શરથ-સાથિયન, મહિલા ક્રિકેટ ટીમ, સાગર , પુરુષોની હોકી ટીમ

23 બ્રોન્ઝ મેડલ :
ગુરુરાજા, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોક, મહિલા ટીમ , સંદીપ કુમાર, અન્નુ રાની, સૌરવ-દીપિકા, કિદામ્બી શ્રીકાંત, ત્રિશા-ગાયત્રી, સાથિયાન

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT