યુદ્ધ વચ્ચે ભારત આવવા માંગે છે યુક્રેનના રાષ્ટ્રપતિ, NSA લેવલ પર ચર્ચા ચાલુ

ADVERTISEMENT

NSA Talk with
NSA Talk with
social share
google news

નવી દિલ્હી : ભારતે હાલમાં જ G20 ની અધ્યક્ષતા કરી છે. જો કે ગત્ત વર્ષે ઇન્ડોનેશિયાથી વિરુદ્ધ, યુક્રેનને G20 શિખર સમ્મેલનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે ઔપચારિક રીતે આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.

ભારતના વધતા દબદબાનો વધારે એક પુરાવો

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિએ ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. યુક્રેનના પક્ષનું કહેવું છે કે,આ વર્ષના અંતે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેન્સ્કી ભારતની યાત્રા કરી શકે છે અને આ અંગે તેમણે ભારતીય પક્ષની સાથે ઉંડી રુચી વ્યક્ત કરી છે. આ પ્રસ્તાવિત યાત્રા અંગે ચર્ચા હાલ શરૂઆતી તબક્કામાં છે. જો આ યાત્રા સફળ થાય છે તો, તે એ મહત્વપુર્ણ સાબિત થશે કારણ કે ગત્ત વર્ષે યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ આ કોઇ યુક્રેની રાષ્ટ્રપતિની પ્રથમ યાત્રા હશે.

જેલેન્સ્કીની યાત્રા અંગે એનએસએ સ્તરની મંત્રણા

WION ના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ જેલેસ્કીની ભારત યાત્રાના મુદ્દે ભારતીય પક્ષની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) સ્તર સહિત અનેક સ્તરો પર ચર્ચા કરવામાં આવી છે. જેના હેઠળ યુક્રેનના રાષ્ટ્રપતિના કાર્યાલયના પ્રમુખ એન્ડ્રી યરમક અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ચર્ચા વિચારણા કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે સતત રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ કરવાની પ્રાથમિક સાધન તરીકે વાતચીત અને કૂટનીતિની ભલામણ કરી છે.

ADVERTISEMENT

યુદ્ધ અંગે પીએમ મોદી પોતે પણ વલણ સ્પષ્ટ કરી ચુક્યા છે

વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ લહેજામાં કહ્યું કે, આ યુદ્ધનો યુગ નથી. ભારતે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના દુષ્પરિણામોની તરફ સમગ્ર વિશ્વનું ધ્યાનાકર્ષિત કર્યું છે. જેના કારણે ભોજન, ઇંધણ અને ખાતર જેવી જરૂરી વસ્તુઓની કિંમતો વધી ચુકી છે. તેના કારણે ન માત્ર ભારત પરંતુ વૈશ્વિક સમુદાય પર પ્રતિકુળ પ્રભાવ પડી રહ્યો છે.

ભારત જી20 ની અધ્યક્ષતા વચ્ચે સતત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મધ્યસ્થી

ઉલ્લેખનીય છે કે, ભારતે હાલમાં જ G20 ની અધ્યક્ષતા કરી છે. જો કે ગત્ત વર્ષે ઇન્ડોનેશિયાની વિરુદ્ધ યુક્રેનને G20 શિખર સમ્મેલનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે ઔપચારિક રીતે આમંત્રિત નહોતા કરાયા. હાલ બંન્ને દેશોની વચ્ચે નિરંતર વાતચીત ચાલી રહી છે. આ વર્ષની શરૂઆથમાં ભારતના વિદેશ મંત્રાલયના સચિવ સંજય વર્માએ કીવની મુલાકાત લીધી હતી, જ્યારે યુક્રેનની પહેલી ઉપ વિદેશમંત્રી એમિન દજાપરોવાએ દિલ્હીના રાજદ્વારી યાત્રા કરી હતી. આ વાતચીત યુક્રેન સંઘર્ષની શરૂઆત બાદથી બંન્ને દેશો વચ્ચે પહેલી સરકાર સાથે સરકારી યાત્રાનું પ્રતિક છે. આ વર્ષની શરૂઆતમાં એક મહત્વપુર્ણ જુડાવમાં વડાપ્રધાન નરેન્દ્ર અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાડિમિર જેલેસ્કીએ હિરોશીમામાં જી7 શિખર સમ્મેલન પ્રસંગે મુલાકાત કરી હતી. પોતાની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ યુક્રેન સંઘર્ષના ઉંડા વૈશ્વિક પ્રભાવ પર પ્રકાશ પાડ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT