આજે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાસંગ્રામ, જાડેજા પછી આ ખેલાડી થયો અનફિટ..

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુબઈઃ એશિયા કપ 2022માં ઈન્ડિયન ટીમ રવિવારે ફરી એકવાર પાકિસ્તાન સામે મેચ રમશે. આ સુપર-4 મેચ માટે ટીમ ઈન્ડિયા સંપૂર્ણપણે તૈયાર છે. શનિવારે મેચ પહેલા ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડે પ્લેઇંગ-11 અંગે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આવેશ ખાન અત્યારે અનફિટ છે. જેના કારણે તેણે શનિવારે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો નહોતો. તેવામાં આશા છે કે આગામી મેચમાં તે ઉપલબ્ધ રહી શકે છે. તો બીજી બાજુ રવિચંદ્રન અશ્વિનને સુપર-4ની મેચમાં તક મળી શકે છે.

જાડેજા હજુ વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થયો નથી- દ્રવીડ
રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈન્જરી થઈ ગઈ છે. જેના કારણે તે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. જાડેજા મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. વર્લ્ડ કપ હજુ દૂર છે અને અમે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકતા નથી. અમે અત્યારે કહી શકતા નથી કે તે બહાર છે કે રમશે. ઈજાગ્રસ્ત થવું એ રમતનો એક ભાગ છે.

વિરાટ કોહલીના પ્રદર્શનથી દ્રવિડ પ્રસન્ન
રાહુલ દ્રવિડે વિરાટ કોહલી વિશે પણ નિવેદન આપ્યું હતું. દ્રવિડે કહ્યું- લોકો વિરાટ કોહલીના આંકડાઓથી થોડા અસમંજસમાં છે. તેના નાના યોગદાનનો અર્થ ટીમ માટે ઘણો છે. મને આશા છે કે તે આ સારું ફોર્મ ચાલુ રાખશે. હું વિરાટ કોહલીના પ્રદર્શનથી ખુશ છું. તેમને ફરી કમબેક કરતો જોઈને મને આનંદ થયો છે.

ADVERTISEMENT

પાકિસ્તાની પત્રકારે દ્રવિડને સવાલ પૂછ્યો..
એક પાકિસ્તાની પત્રકારે દ્રવિડને પૂછ્યું કે શું તેમની ટીમે નસીમ શાહ માટે કોઈ યોજના બનાવી છે. તેના પર ભારતના કોચે કહ્યું- નસીમે છેલ્લી મેચમાં સારી બોલિંગ કરી હતી. અમારી પાસે સ્પર્ધા કરવા અને સારો દેખાવ કરવા માટે બેટર્સ છે. અમે અમારા સ્ટ્રોંગ ઝોન પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

અશ્વિન વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓફ સ્પિનર- દ્રવિડ
રવિચંદ્રન અશ્વિન અંગે દ્રવિડે કહ્યું- T20 ફોર્મેટમાં ફિંગર સ્પિનરો મર્યાદિત ભૂમિકા ભજવે છે. અમે ભાગ્યશાળી છીએ કે અમારી પાસે વિશ્વનો શ્રેષ્ઠ ઑફ-સ્પિનર ​​છે. આ દિવસોમાં ઘણા ખેલાડીઓ ઓફ સ્પિનરોને રમી શકતા નથી. આમ કહીને દ્રવિડે પાકિસ્તાન સામેની મેચમાં અશ્વિનની ટીમમાં પસંદગી થઈ શકે છે એવો સંકેત આપ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT