ભારતે 6 વિકેટથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, રો-હિટમેન શર્માની વિસ્ફોટક ઈનિંગે બાજી પલટી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નાગપુરઃ ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવી દીધું છે. ભારતને જિતાડવામાં ટીમના હિરો રોહિત શર્માએ અણનમ 46 રનની ઈનિંગ રમી હતી. જોકે ખરાબ આઉટફિલ્ડના કારણે મેચ મોડી શરૂ થઈ હતી, વળી સમય વેડફાઈ ગયો હોવાના કારણે મેચ 8-8 ઓવરની કરવામાં આવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ હારીને બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. તેવામાં શરૂઆતની ઓવર્સમાં ભારતીય બોલર્સનો જોરદાર દબદબો રહ્યો હતો. પરંતુ મેથ્યૂ વેડે તોફાની બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયન ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.

મેચ જીત્યા પછી રોહિત બોલ્યો…
કેપ્ટન રોહિત શર્માએ મેચ જીત્યા પછી કહ્યું કે હું મારી ઈનિંગથી ઘણો હેરાન છું. આવી રીતે હું શરૂઆતથી જ ફટકાબાજી કરીશ એવી મને આશા નહોતી. મને આનંદ થયો કે આજે હું આવી ઈનિંગ રમી શક્યો. આ શોર્ટ ફોર્મેટ ગેમમાં પ્લાનિંગ કરવું અઘરું છે, કારણે કે ઘણીવાર પ્લાન પ્રમાણે ઈનિંગ રમી શકાતી નથી. ભારતના બોલર્સે ઘણું સારુ પ્રદર્શન કર્યું છે.

ભારતને 91 રનનો ટાર્ગેટ મળ્યો હતો…
ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 91 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 8 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 90 રન કર્યા હતા. આ દરમિયાન મેથ્યુ વેડે 20 બોલમાં 43 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જોકે ઈનિંગની છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલે 19 રન લૂંટાવ્યા હતા. જે ગેમમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય એવું લાગી રહ્યું હતું. જોકે બીજી બાજુ ભારતીય ટીમના બોલર્સમાં અક્ષર પટેલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેને 2 વિકેટ મળી હતી.

ADVERTISEMENT

મેચ 2 કલાકથી વધુ સમય સુધી મોડી શરૂ થઈ

  • બીજી ટી-20 મેચ ભીની આઉટ ફિલ્ડના કારણે 2 કલાક 15 મિનિટ મોડી શરૂ થઈ હતી.
  • 3 વાર ગ્રાઉન્ડનું અવલોકન કર્યા પછી અમ્પાયર્સે 8-8 ઓવરની મેચ થશે એવી અનુમતિ આપી હતી.
  • એક બોલર 2 ઓવર સુધી જ બોલિંગ કરી શકશે એવી જાહેરાત કરાઈ હતી. જ્યારે પાવરપ્લે પણ 2 ઓવરનો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT