કેનેડા વિરુદ્ધ ભારતની મોટી કાર્યવાહી, 40 રાજદૂતોને દેશ છોડવાનો આદેશ, ટ્રૂડોને લાગ્યો મોટો ઝટકો
India-Canada Tension: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે પાયાવિહોણા આક્ષેપો કરી રહેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સામે ભારતે હવે મોટો વળતો પ્રહાર કર્યો…
ADVERTISEMENT
India-Canada Tension: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે પાયાવિહોણા આક્ષેપો કરી રહેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સામે ભારતે હવે મોટો વળતો પ્રહાર કર્યો છે. ભારતે કેનેડાને તેના 40 રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં પાછા બોલાવવા કહ્યું છે. ભારતે એમ પણ કહ્યું છે કે જો કેનેડા આમ નહીં કરે તો આ રાજદ્વારીઓને ભારતમાં રાજદ્વારી છૂટ નહીં મળે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, હાલમાં કેનેડામાં ભારતના રાજદ્વારીઓ ઓછા છે અને મોદી સરકારે હવે કેનેડાને એટલા જ રાજદ્વારીઓ રાખવા કહ્યું છે. ભારતનું આ પગલું કેનેડા માટે મોટો ફટકો સાબિત થશે.
10 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવા રાજદ્વારીઓને આદેશ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જસ્ટિન ટ્રુડોના નિવેદન અને ભારતીય અધિકારીને પરત મોકલ્યા બાદ ભારતે હવે કેનેડા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, કેનેડાએ તેના 40 જેટલા રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં પાછા બોલાવી લેવા જોઈએ. કેનેડા અને ભારત સરકારે હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ નિવેદન આપ્યું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત ઈચ્છે છે કે કેનેડા નવી દિલ્હીમાં એટલા જ રાજદ્વારીઓ રાખે જેટલા ભારતે કેનેડામાં રાખ્યા છે.
જયશંકરે ટ્રુડોના આરોપોને નકારી કાઢ્યા, પુરાવા માંગ્યા
કેનેડાના હાઈ કમિશનમાં ભારત કરતાં ઘણા વધુ રાજદ્વારીઓ છે અને તેનું કહે છે કે કેનેડામાં રહેતા ભારતીય મૂળના 13 લાખ લોકો માટે આ જરૂરી છે. આ તેમના માટે કાઉન્સેલર ઍક્સેસ મેળવવાનું સરળ બનાવે છે. કેનેડાના હાલમાં ભારતમાં 62 રાજદ્વારીઓ હાજર છે. એક કેનેડિયન વ્યક્તિએ કહ્યું કે, ભારતે આમાંથી 40 લોકોને પાછા ફરવાનું કહ્યું છે. આ પહેલા જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ભારતે કેનેડિયનો પર વિઝા પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
ભારતના આ વળતા પ્રહારને કારણે કેનેડા સાથેના સંબંધો વણસ્યા છે. જસ્ટિન ટ્રુડો, ભારતના નિજ્જર હત્યા કેસમાં વારંવાર પુરાવા માંગવા છતાં, હજુ સુધી કોઈ નક્કર પુરાવા આપી શક્યા નથી. અગાઉ ટ્રુડોએ દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તે હજુ સુધી પોતાના દાવાને સમર્થન આપતા કોઈ પુરાવા આપી શક્યા નથી અને તેના કારણે તે દુનિયામાં એકલા પડી ગયા છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં જ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન કેનેડાના આ આરોપોને ફગાવી દીધા હતા.
ADVERTISEMENT