ભારતે કેનેડાના નાગરિકો માટે ફરી શરૂ કરી વિઝા સર્વિસ, આ લોકોને જ મળશે સુવિધા
India-Canada Issue: ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના નિવેદનથી શરૂ થયેલા વિવાદ વચ્ચે ભારતે બિઝનેસ, મેડિકલ અને કોન્ફ્રન્સ અંગેના કામ માટે ફરીથી વિઝા સેવા…
ADVERTISEMENT
India-Canada Issue: ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના નિવેદનથી શરૂ થયેલા વિવાદ વચ્ચે ભારતે બિઝનેસ, મેડિકલ અને કોન્ફ્રન્સ અંગેના કામ માટે ફરીથી વિઝા સેવા શરૂ કરી દીધી છે.
India-Canada Row
ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, ભારતે બુધવારે (25 ઓક્ટોબર) ફરીથી કેનેડિયનો માટે વિઝા સેવા શરૂ કરી હતી. ઓટ્ટાવા, કેનેડામાં હાજર ભારતના હાઈ કમિશને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની શ્રેણીઓમાં વિઝા સેવાઓ શરૂ કરવામાં આવી છે.
સુરક્ષાને કારણે અગાઉ વિઝા સર્વિસ પર પ્રતિબંધ હતો
હાઈ કમિશને નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગાઉ વિઝા આપવા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ફરીથી વિઝા સેવા શરૂ કરવામાં આવી છે. આ નિર્ણય ગુરુવાર (26 ઓક્ટોબર)થી અમલમાં આવશે.
ADVERTISEMENT
The latest Press Release on resumption of visa service may be seen here. @MEAIndia @IndianDiplomacy @PIB_India @DDNewslive @ANI @WIONews @TOIIndiaNews @htTweets @cgivancouver @IndiainToronto pic.twitter.com/iwKIgF2qin
— India in Canada (@HCI_Ottawa) October 25, 2023
કેનેડાએ 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તાજેતરમાં કહ્યું હતું કે, ભારતમાં વધુ કેનેડિયન રાજદ્વારીઓ છે, તેથી સંતુલન બનાવવાની જરૂર છે. આ લોકો ભારતની આંતરિક બાબતોમાં પણ હસ્તક્ષેપ કરે છે. આવી સ્થિતિમાં અમે ટૂંક સમયમાં રાજદ્વારીઓને આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી લઈશું.
ADVERTISEMENT
આ પછી કેનેડાએ પોતાના 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા પડ્યા. તેમજ કેનેડાએ કહ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. તેના પર બાગચીએ કહ્યું હતું કે, આ બધું વિયેના કન્વેન્શનની કલમ 11.1 હેઠળ થયું છે.
ADVERTISEMENT
કેવી રીતે શરૂ થયો કેનેડા અને ભારત વચ્ચે વિવાદ?
તાજેતરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે, નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોઈ શકે છે. તેના જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ટ્રુડોના તમામ આરોપો રાજનીતિથી પ્રેરિત છે.
ADVERTISEMENT