India-Maldives Controversy: માલદીવ્સ પર ઓછો નથી થઈ રહ્યો ભારતનો ગુસ્સો, આ ટ્રાવેલ કંપનીએ તમામ બુકિંગ કેન્સલ કરી
India-Maldives Controversy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી બાદ માલદીવ પર ભારતનો ગુસ્સો ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સામાન્ય લોકોની સાથે ભારતની અગ્રણી…
ADVERTISEMENT
India-Maldives Controversy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી બાદ માલદીવ પર ભારતનો ગુસ્સો ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સામાન્ય લોકોની સાથે ભારતની અગ્રણી ટ્રાવેલ કંપનીઓએ પણ માલદીવ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.
ટ્રાવેલ કંપનીએ તમામ ફ્લાઈટ બુકિંગ કેન્સલ કરી
દેશની સૌથી મોટી ટ્રાવેલ કંપની EaseMyTrip એ માલદીવ માટે તેની તમામ ફ્લાઈટ બુકિંગ કેન્સલ કરી દીધી છે. કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ નિશાંત પિટ્ટીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. નિશાંત પિટ્ટીએ કહ્યું છે કે, દેશની એકતામાં જોડાઈને, EaseMyTrip એ માલદીવની તમામ ફ્લાઈટ બુકિંગ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
માલદીવની મહિલા મંત્રીએ PM પર કરી હતી વાંધાજનક ટિપ્પણી
તમને જણાવી દઈએ કે માલદીવની મહિલા મંત્રી મરિયમ શિયુનાએ પીએમ મોદી વિશે સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ભારતે માલદીવની મોહમ્મદ મુઈઝૂ સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય હાઈ કમિશનરે મંત્રીની ટિપ્પણી સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. ભારતના વાંધા બાદ માલદીવ સરકારે નિવેદન જારી કરીને કહ્યું કે, આ તેમનો અંગત અભિપ્રાય છે. મંત્રીની ટિપ્પણીઓ માલદીવ સરકારના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતી નથી.
ADVERTISEMENT
માલદીવ સરકારે મંત્રીને કર્યા સસ્પેન્ડ
ભારતના ઉગ્ર વિરોધ બાદ કાર્યવાહી કરતા માલદીવ સરકારે પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મંત્રી મરિયમ શિયુનાની સાથે માલશા શરીફ અને મહજૂમ મજીદને સસ્પેન્ડ કરી દીધા હતા. માલદીવ સરકારના પ્રવક્તા, મંત્રી ઈબ્રાહિમ ખલીલે આજ તકને જણાવ્યું હતું કે, વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે જવાબદાર ત્રણ મંત્રીઓને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT