INDIA કોઇ ગઠબંધન નહી પરંતુ સ્વાર્થી લોકોનું ઝુંડ છે, વિકાસ સાથે કોઇ લેવા દેવા નથી
BJP On I.N.D.I.A. Alliance: વિપક્ષી ગઠબધન ઇન્ડિયાએ મુંબઇમાં ત્રીજી બેઠક કર્યા બાદ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તે અંગે ભાજપે શુક્રવારે વળતોપ્રહાર કરતા કહ્યું…
ADVERTISEMENT
BJP On I.N.D.I.A. Alliance: વિપક્ષી ગઠબધન ઇન્ડિયાએ મુંબઇમાં ત્રીજી બેઠક કર્યા બાદ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તે અંગે ભાજપે શુક્રવારે વળતોપ્રહાર કરતા કહ્યું કે, તેમની પાસે કોઇ વિઝન નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પાર્ટી તરફથી પ્રેસ કોન્ફરન્સ અંગે કહ્યું કે, વિપક્ષી દળ નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિનાયકવાદી છે, પરંતુ વિપક્ષી નેતાઓએ પત્રકારોના સવાલના જવાબ આપ્યા નહોતા.
ઇન્ડિયાના પ્રસ્તાવ અંગે રવિશંકર પ્રસાદે કહ્યું કે, તેમની રાજનીતિ Give and Take એટલે કે લેવદ-દેવડ પર આધારિત છે. લાલુ પ્રસાદ યાદવે તો પરાકાષ્ટા કરી દીધી. તેઓ ચારા ગોટાળા અંગે જામીન પર બહાર છે, 2જી અને કોમનવેલ્થમાં પણ લેવદ દેવડ થઇ. તેમણે દાવો કર્યો કે, તેમની ત્રીજી બેઠકનું પરિણામ છે કે, તેમણે રાજનીતિક રીતે લેવડ-દેવડને સ્વીકાર કરી લીધો. ત્રીજી બેઠકમાં ન તો ગરીબોના ઉત્થાનની કોઇ રૂપરેખા નજર આવી અને ન તો ભારતના વિકાસનો દ્રષ્ટીકોણ દેખાયો.
લાલુ અને રાહુલનો દ્રષ્ટિકોણ દેખાયો
રવિશંકર પ્રસાદે કહ્યું કે, લાલુપ્રસાદ યાદવ પીએમ મોદી અંગે કેવી કેવી વાતો કરી રહ્યા છે. વિપક્ષી દળ ભારતના વિકલ્પ શોધી રહ્યા છે. તેમની એક જ વિચારસરણી છે કે, માત્ર અને માત્ર પીએમ મોદીને ગાળો ભાંડવી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી શું ચીનના પ્રવક્તા થઇ ચુક્યા છે. તેમણે કહ્યું કે, નીતીશ કુમાર કોપભવનમાં જતા રહે છે. તેમનો ખેલ તો લાલુ યાદવે જ બગાડ્યો અને કહી દીધું કે, એક જ સંયોજક કેમ હશે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ ચીન અંગે શું કહ્યું?
રાહુલ ગાંધીએ વિપક્ષી દળોની જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને હાલમાં જ લદ્દાખ મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મે લદ્દાખમાં એક અઠવાડીયું પસાર કર્યું. મે પૈંગોંગ તળાવ પર ગયો. જ્યાં તેની સામે ચીની હતા. લદ્દાખના લોકોની સાથે મારી વિસ્તૃત ચર્ચા થઇ. કદાચ લદ્દાખની બહારના કોઇ પણ નેતાએ લદ્દાખના લોકો સાથે સમય વિતાવ્યો અને સમય અંગે ચર્ચા કરી હોવાનો પ્રથમ કિસ્સો છે.
કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, ત્યાં લોકોએ મને સ્પષ્ટ રીતે જણાવ્યું કે, વડાપ્રધાન આ તથ્ય અંગે ખોટી બોલી રહ્યા કે, ચીને બારતીય જમીન નથી લીધી. લદ્દાખનો દરેક વ્યક્તિ જાણે છે કે, ભારતના લોકોને લદ્દાખના લોકોને ભારત સરકારે છેતર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT