કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો, 10 દિવસમાં મેડલનો વરસાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભારત રમત-ગમત ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આજે 10 દિવસ થાય છે ત્યારે ભારત કોમનવેલ્થ ગેમ્સમાં છવાઈ ગયું છે. ભારતે અત્યાર સુધીમાં ભારતે 49 મેડલ પોતાના નામે કર્યા છે. જેમાં 17 ગોલ્ડ મેડલ, 13 સિલ્વર મેડલ અને 19 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જો ભારતની વાત કરવામાં આવે તો ભારતે રવિવારે એક જ દિવસમાં 6થી વધુ મેડલ મેળવ્યા છે. આમ ભારતનું કોમનવેલ્થ ગેમ્સમાં ઉમદા પ્રદર્શન રહ્યું છે.

ભારતના મેડલ વિજેતાઓ

ગોલ્ડ મેડલ વિજેતા:
મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ ફોગાટ, નવીન, ભાવિના (પીપી) ) , નીતુ ઘંઘાસ , અમિત પંખાલ , અલ્ધૌસ પોલ , નિખત ઝરીન આમ ભારતને 10 દિવસમાં કુલ 17 ગોલ્ડ મેડલ મળ્યા છે

ADVERTISEMENT

સિલ્વર મેડલ વિજેતા:

સંકેત સરગર, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, પુરુષોની લૉન બોલ ટીમ, અબ્દુલ્લા એબોબેકર, શરથ અને સાથિયાનને સિલ્વર મેડલ મળ્યા છે. ભારતે કુલ 10 દિવસમાં 13 સિલ્વર મેલડ જીત્યા છે.

ADVERTISEMENT

બ્રોન્ઝ મેડલ વિજેતા: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિન્દર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોક, મહિલા ટોક્સ ટીમ, સંદીપ કુમાર, અન્નુ રાની બ્રોન્ઝ મેડલ વિજેતા થયા છે. આમ ભારતે કુલ 19 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

ADVERTISEMENT

ભારત દેશને મેડલ અપાવનાર તમામ ખેલાડી અથવા ટીમને રાજકીય આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સને હજુ 10 દિવસ થાય છે ત્યારે મેડલનો આંક 49  સુધી પહોંચવામાં આવ્યો છે ત્યારે આવનાર સમયમાં એતલે કે 8 ઓગસ્ટ સુધીમાં મેડલનો આંક વધશે.ભારત ના ખેલાડીઓ દ્વારા ભારત પર સતત મેડલનો વરસાદ થઈ રહ્યો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય આગેવાનો દ્વારા ખેલાડીઓને તથા ટીમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે અને ખેલાડીઓનો જુસ્સો વધારવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT