‘3 મહિનાથી લો એન્ડ ઓર્ડરનું નામ નથી, કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે’, મણિપુર પહોંચ્યા INDIA ગઠબંધના 21 સાંસદો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મણિપુર: વિરોધ પક્ષોના સાંસદો જમીની વાસ્તવિકતા જાણવા હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે છે. તેમણે પહેલા દિવસે અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહત શિબિરોમાં જઈને પીડિતોની પીડા સાંભળી હતી. રવિવારે સવારે I.N.D.I.A. પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યું અને એક મેમોરેન્ડમ સુપરત કર્યું, તેમને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે અસરકારક પગલાં લેવાની અપીલ કરી.

મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે, “તમને અનુરોધ છે કે તમે કેન્દ્ર સરકારને છેલ્લા 89 દિવસથી મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણ ખરાબ સ્થિતિ વિશે અવગત કરાવો જેથી તેમને શાંતિ અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે મણિપુરમાં અનિશ્ચિત સ્થિતિમાં હસ્તક્ષેપ કરવામાં સક્ષમ બનાવી શકાય.”

फाइल फोटो

ADVERTISEMENT

કોંગ્રેસના નેતા અધીર રંજને જણાવ્યું હતું કે, “પ્રતિનિધિમંડળના તમામ 21 સાંસદોએ રાજ્યપાલને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. જ્યારે અમે તેમની સાથે વાત કરી, ત્યારે તેઓએ પોતે જ પોતાનું દર્દ અને દુ:ખ વ્યક્ત કર્યું. આ બે દિવસની મુલાકાત દરમિયાન અમે જે પણ જોયું, જે પણ અનુભવ્યું તે અમે વ્યક્ત કર્યું. તેઓ અમારી સાથે સંમત થયા. તેમણે એવું પણ સૂચન કર્યું કે આપણે બધા સમુદાયના નેતાઓ સાથે મળીને વાત કરીએ અને ઉકેલ શોધીએ. તેમણે સૂચવ્યું કે વિપક્ષ અને શાસક પક્ષ બંને સાથે મળીને મણિપુરમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલે અને સંવાદ કરવો જોઈએ. તમામ સમુદાયોના નેતાઓ જે લોકોમાં અવિશ્વાસની લાગણી દૂર કરવા માટે જરૂરી છે.

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે, જો મણિપુરની સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં આવે તો આપણી સુરક્ષા સામે ખતરો છે.

ADVERTISEMENT

મણિપુરની અવગણના કરવામાં આવી છેઃ અધીર રંજન ચૌધરી

રાજ્યપાલને મળ્યા પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મુખ્ય વાત એ છે કે મણિપુરની અવગણના કરવામાં આવી છે. તેમણે કહ્યું, “રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અવગણના પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત થવી જોઈએ. રાજ્યમાં સંવાદિતા અને ન્યાય જાળવવો જરૂરી છે. અમે રાજ્યપાલને રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની માંગ કરીએ છીએ. આ સરકારની નિષ્ફળતા છે.

ADVERTISEMENT

જવાબદારી નક્કી હોવી જોઈએઃ ગૌરવ ગોગોઈ

રાજ્યપાલને મળ્યા પહેલા ગૌરવ ગોગોઈએ ANIને કહ્યું કે, અમે તેમની પાસે આ માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરીશું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જવાબદારી ન સ્વીકારતા અન્ય સામે આંગળી ચીંધી રહી છે. બીજું, લોકો ત્રણ મહિનાથી કેમ્પમાં છે, ક્યાં સુધી રહેશે. શિબિરોમાં બાળકોનો જન્મ થઈ રહ્યો છે. બાળકો શાળાએ જઈ શકતા નથી. આ સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે? તો અમને તેનો રોડમેપ આપો. આ અમારી પ્રાથમિક માંગ છે, તો જ મણિપુરમાં શાંતિનો માહોલ આવશે.

કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા ગોગોઈએ કહ્યું કે, અમે જવાબદારીની વાત કરી રહ્યા છીએ. મણિપુરમાંથી પીએમ, રક્ષા મંત્રી, વિદેશ મંત્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રી કેમ ગાયબ છે. શું વડાપ્રધાનને માત્ર સરકારી ઉદ્ઘાટન અને રાજકીય મેળાવડાઓમાં ભાષણ આપવા માટે જ મત મળ્યા છે? કેન્દ્ર સરકાર ગાયબ છે. કેન્દ્રની રાજનીતિએ મણિપુરને ટુકડાઓમાં વહેંચી દીધું છે. ડબલ એન્જિન ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને હજારો લોકોના જીવનનો નાશ કર્યો.

    follow whatsapp

    ADVERTISEMENT