સાંસદો સપેન્શન મુદ્દે દિલ્હીથી લઈ ગુજરાત સુધી હોબાળો : રાહુલે કહ્યું- સંસદ સુરક્ષા ચૂક પાછળ ‘બેરોજગારી’ જવાબદાર
INDIA bloc protest : વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે વિપક્ષ હવે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. આજે જંતર-મંતર ખાતે INDIA એલાયન્સના નેતૃત્વમાં…
ADVERTISEMENT
INDIA bloc protest : વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે વિપક્ષ હવે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. આજે જંતર-મંતર ખાતે INDIA એલાયન્સના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અહીં મંચ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, એનસીપી નેતા શરદ પવાર, ડાબેરી નેતા સીતારામ યેચુરી, આરજેડી સાંસદ મનોજ ઝા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, અધીર રંજન, ડી રાજા (સીપીઆઈ), ત્રિચી સિવા (ડીએમકે), રણદીપ સુરજેવાલા, પ્રમોદ તિવારી, જ્હોન બ્રિટાસ, સંજીવ અરોરા, સુશીલ રિંકુ (AAP)ની હાજરી જોવા મળી છે.
संसद की सुरक्षा में हुई चूक पर कुछ सवाल
पहला सवाल: वो अंदर कैसे आए?
दूसरा सवाल: उन्होंने ये प्रदर्शन क्यों किया? इसका जवाब है – बेरोजगारी
: श्री @RahulGandhi pic.twitter.com/WeaOpeLRkx
— Congress (@INCIndia) December 22, 2023
સંસદ સુરક્ષા ચૂક પાછળ ‘બેરોજગારી’ જવાબદાર
આ દરમિયાન સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘દેશમાં ભારે બેરોજગારી છે. મેં એક નાનો સર્વે કરાવ્યો જેમાં સામે આવ્યું કે ભારતના યુવાનો દિવસમાં કેટલા કલાક મોબાઈલ ફોન પર વિતાવે છે. મને નવાઈ લાગી કે આજનો આ યુવા દિવસના સાડા સાત કલાક ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, મેઈલ એટલે કે સેલફોન પર વિતાવે છે. તેની પાછળનું મુખ્ય કારણ છે કે મોદીજીએ તેમને રોજગારી આપી નથી. આ સિવાય તેમણે સંસદ સુરક્ષા ચૂક મામલે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલે પૂછ્યું કે, સંસદની સુરક્ષામાં કઈ રીતે ચૂક રહી, આ યુવાનો સંસદની અંદર કેવી રીતે આવ્યા? સંસદની અંદર ગેસ સ્પ્રે કેવી રીતે લાવ્યા? સવાલ એ પણ છે કે આ યુવાનો સંસદમાં કેમ ઘૂસ્યા? તેમની પાછળનું મુખ્ય કારણ છે બેરોજગારી. આજે દેશના યુવાનોને રોજગાર મળી રહી નથી અને દેશના યુવાનો મોટા પ્રમાણમાં બેરોજગારી છે.
ADVERTISEMENT
આ નફરત અને પ્રેમ વચ્ચેની લડાઈ છે : રાહુલ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે બધા વિપક્ષી નેતાઓ અને વિપક્ષના કાર્યકરો સાથે ઉભા છીએ. આ લડાઈ નફરત અને પ્રેમ વચ્ચેની લડાઈ છે. નફરતના બજારમાં આપણે પ્રેમની દુકાન ખોલી રહ્યા છીએ. તમે જેટલી વધુ નફરત ફેલાવશો તેટલો વધુ INDIA એલાયન્સ પ્રેમ ફેલાવશે.
વિરોધના પડઘા ગુજરાત સુધી
એક તરફ જ્યાં દિલ્હીમાં સરકારનો વિરોધ ચાલી રહ્યો છે તો એવામાં ગુજરાતમાં પણ અનેક શહેરોમાં કોંગ્રેસનો વિરોધ સામે આવી રહ્યો છે. ભુજમાં જ્યુબિલી સર્કલ ખાતે કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં પોલીસે વિરોધ કરતા 20 જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. આ સિવાય ભરૂચ અને ખેડામાં પણ કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગૃહમાં 142 જેટલા સાંસદ સભ્યોના સન્સપેન્ડને લઈને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT