INDIA Alliance Meeting Live: મુંબઇમાં બેઠક પુર્ણ, કોઇ નિર્ણય નહી તારીખ પે તારીખ

ADVERTISEMENT

India meeting in Mumbai
India meeting in Mumbai
social share
google news

INDIA Alliance Meeting Mumbai Live: મુંબઇમાં ઇન્ડિયા ગઠબંધનની આજની બેઠક પુર્ણ થઇ ચુકી છે. હવે શુક્રવારે બેઠકનો બીજો દિવસ હશે. મુંબઇમાં ઇન્ડિયા ગઠબંધનની આજે બેઠક ખતમ થઇ ચુકી છે. વિપક્ષી દળની અનૌપચારિક બેઠક બાદ મુંબઇની હોટલથી નિકળતા સમયે શિવસેના (UTB) નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે (INDIA) કાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીશું. સુત્રો અનુસાર ઇન્ડિયા ગઠબંધનની આજે અનૌપચારિક બેઠકમાં સીટ શેરિંગ અંગે ચર્ચા થઇ અને નક્કી થયું કે, સીટ શેરિંગની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધીમાં પુર્ણ કરી લેવામાં આવે.

મહારાષ્ટ્રમાં બેઠક પુર્ણ પરંતુ કોઇ નક્કર નિર્ણય નહી

મહારાષ્ટ્રમાં મુંબઇમાં INDIA ગઠબંધનની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસની બેઠકની વીડિયો શેર કરી છે. INDIA ગઠબંધનનો પીએમ પદનો ચહેરો કોણ હશે? તે અંગે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, જો તમે મને પુછો તો મને લાગે છે કે, અમે કોઇ વડાપ્રધાન પદના ચહેરાની જાહેરાત કરવાની જરૂર છે. ચૂંટણી થવા દો, અમને બહુમત મળવા તો ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે.

ADVERTISEMENT

મુંબઇમાં ચાલી રહેલી બેઠકમાં 28 દળ હિસ્સો લઇ રહ્યા છે

મુંબઇમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની બેઠક શરૂ થઇ ચુકી છે. આ બેઠકમાં 28 દળ હિસ્સો લઇ રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ દેશના યુવા રોજગાર ઇચ્છે છે, લોકો મોંઘવારીથી છુટકારો ઇચ્છે છે. જો કે મોદી સરકાર માત્ર એક વ્યક્તિ માટે કામ કરી રહ્યા છે. INDIA ગઠબંધન દેશના 140 કરોડ લોકો માટે છે જેઓ દેશનો વિકાસ તરફ લઇ જવા માંગે છે.

અનેક દિગ્ગજ નેતાઓ મીટિંગમાં હાજર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ કેસી વેણુગોપાલ મુંબઇમાં INDIA ગઠબંધનની બેઠક સ્થળ પર હાજર છે. તેમને સવાલ કરવામાં આવ્યો કે, સરકાર સંસદની સ્પેશિયલ સેશન બોલાવે છે અને વન નેશન વન ઇલેક્શન બિલ લાવી શકે છે. જે અંગે મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, તેમને લાવવા દો જે લાવવું હોય તે લડાઇ યથાવત્ત રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT