કોરોનાએ ફરી ફુંફાડો માર્યો! JN.1 વેરિયન્ટ સામે આવતા હાહાકાર, કેન્દ્રએ એડ્વાઇઝરી જાહેર કરી

ADVERTISEMENT

Corona Virus case in India
Corona Virus case in India
social share
google news

નવી દિલ્હી : આ એડ્વાઇઝરી કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1 ની પૃષ્ટી બાદ જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળની 79 વર્ષની એક મહિલામાં કોરોનાનો આ વેરિયન્ટ હોવાની પૃષ્ટી થઇ હતી. મહિલાનો 18 નવેમ્બરે આરટી-પીસીઆર ટેસ્ટ રિઝલ્ટ આવ્યું હતું. જેમાં ઇન્ફ્લૂએન્જા જેવી બિમારીના હળવા લક્ષણો હતા.

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધવા લાગ્યા છે

દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એડ્વાઇઝરી બહાર પાડી છે. એડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આગામી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખતા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને કેટલાક મહત્વના પગલા ઉઠાવવા જરૂરી છે જેથી આ વાયરસના પ્રસારના જોખમને શક્ય તેટલું ઝડપી ઘટાડી શકાય, શક્ય તેટલું ઝડપી ઘટાડી શકાય.

આ એડ્વાઇઝરીમાં રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તે ઇન્ફ્લૂએન્ઝા જેવી બીમારીઓને જિલ્લા અનુસાર આંકડા પર નજર રાખો. સાથે જ નિયમિત રીતે આ સંબંધમાં અપડેટ કરતા રહે.

ADVERTISEMENT

JN.1 વેરિયન્ટની પૃષ્ટી બાદ કેન્દ્ર સરકારની એડ્વાઇઝરી

એક એડ્વાઇઝરીમાં કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1 ની પૃષ્ટી બાદ ઇશ્યું કરવામાં આવી છે. કેરળની 79 વર્ષની એક મહિલામાં તેની પૃષ્ટી થઇ હતી. મહિલાનો 18 નવેમ્બરનો આરટી-પીસીઆર ટેસ્ટ રિઝલ્ટ આવ્યું હતું. જેમાં ઇન્ફ્લૂએન્જા જેવી બીમારીના હળવા લક્ષણો હતા. કોવિડ 19 થી સાજા થઇ ચુક્યા હતા. આ અગાઉ સિંગાપુરથી પરત ફરેલા તમિલનાડુના એક વ્યક્તિમાં પણ JN.1 સબ વેરિઅન્ટની માહિતી મળી હતી. તે વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને તેણે 25 ઓક્ટોબરો સિંગાપુરની યાત્રા કરી હતી.

દેશમાં અત્યાર સુધી 4.50 કરોડથી વધારે કેસ નોંધાઇ ચુક્યા છે

દેશમાં અત્યાર સુધી કોરોનાના 4 કરોડ 50 લાખ 4 હજાર 816 કેસ સામે આવી ચુક્યો છે. બીજી તરફ 5 દર્દીઓના મોત બાદ મૃતકોનો આંકડો વધીને 5 લાખ 33 હજાર 316 પર પહોંચી ચુકી છે. બીમારી સારી થનારા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 44 લાખ 69 હજાર 799 થઇ ગઇ છે. સ્વાસ્થય મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશના રિકવરી રેટ 98.81 ટકા જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશણાં અત્યાર સુધી કોરોના વેક્સીન 220.67 કરોડ રસી અપાઇ ચુકી છે.

ADVERTISEMENT

નવા વેરિયન્ટ અંગે શું કહે છે જાણકાર?

આ નવા વેરિયન્ટ અંગે માહિતી આપતા ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કંસોર્ટિયમના ચીફ ડોક્ટર એનકે અરોડાએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, આ BA.2.86 નું સબ વેરિયન્ટ છે. અમારી પાસે JN.1 ના કેટલાક કિસ્સા છે. તેમણે કહ્યું કે, ભારત નજર રાખી રહ્યું છે અને આ જ કારણ છે કે અત્યાર સુધી કોઇ હોસ્પિટલમાં ભરતી થવા કે ગંભીર બિમારીની નુકસાની નથી મળી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT