PM મોદીએ કર્યું ગ્લોબલ ટ્રેડ-શોનું ઉદ્ઘાટન, જાણો શું છે વિશેષતા અને ગુજરાતને શું થશે ફાયદો

ADVERTISEMENT

Vibrant Gujarat Global Trade Show 2024
Vibrant Gujarat Global Trade Show 2024
social share
google news

Vibrant Gujarat Global Trade Show 2024 : રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દર બે વર્ષે યોજાય છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા તા.9થી 13 જાન્યુઆરી 2024 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ 2024 યોજાશે. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ-શોનું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ( Narendra Modi )હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે.

ગ્લોબલ ટ્રેડ -શોમાં જાહેર જનતા ક્યારે જઈ શકશે?

આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)સહિત દેશ- વિદેશના મહાનુભાવો,ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી. આ ગ્લોબલ ટ્રેડ-શો તારીખ ૧૦-૧૧ જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે જ્યારે તા. ૧૨-૧૩ જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

ADVERTISEMENT

૧૦મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ -શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ,એસ્ટોનિયા,બાંગ્લાદેશ,સિંગાપોર, -સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા,રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ 20 દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે ૧,૦૦૦થી વધુ પ્રદર્શકો સહભાગી થશે જે વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે ૧૦૦ દેશો જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશો ભાગ લઈ રહ્યા છે.

ટ્રેડ શોમાં વિવિધ પેવેલિયનની વિશેષતા

મુખ્ય પેવેલિયનમાં નવી ટેકનોલોજી, ગ્રીન અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ એનર્જી સહિત આર્થિક વિકાસ માટેના મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ભાર મૂકાશે.

ADVERTISEMENT

આંતરરાષ્ટ્રીય અને થીમ પેવેલિયન

આ પેવેલિયનમાં વિવિધ 20 દેશો ભાગ લઇ રહ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા,બાંગ્લાદેશ, સિંગાપોર, (સંયુક્ત આરબ અમીરાત), યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, જાપાન, રવાન્ડા, ઇન્ડોનેશિયા અને વિયેતનામ દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે.

ADVERTISEMENT

મુખ્ય આકર્ષણના કેન્દ્રો

ગુજરાત ટ્રેડ શોમાં (Vibrant Gujarat: એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ઈએસડીએમ ફિનટેક, સાયબર સુરક્ષા, એઆઈ, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT