ચાલુ મેચે મેદાન વચ્ચે અચાનક વિરાટ કોહલીએ કર્યો લુંગી ડાંસ, Video એ મચાવી ધૂમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદવાદ: ભારત સામેની ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. જો કે આ મેચમાં ઘણી રમૂજી પળો જોવા મળી હતી, પરંતુ હંમેશની જેમ સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ફેન્સનું મનોરંજન કરવાનું ચૂક્યો ન હતો. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી શાહરૂખ ખાનના ગીત લુંગી ડાન્સ પર ડાન્સ કરી રહ્યો છે.

જો કે આ પહેલીવાર નથી કે જ્યારે વિરાટ ગ્રાઉન્ડ પર ડાન્સ કરતો જોવા મળ્યો હોય, પરંતુ જ્યારે તેણે ચેન્નાઈમાં ગ્રાઉન્ડ પર ડાન્સ કર્યો ત્યારે તેની એનર્જી વધુ જોવા મળી હતી. આ દ્રશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ શરૂ થવાની હતી અને ભારતીય ટીમના ખેલાડીઓ મેદાનમાં પ્રવેશ્યા બાદ વોર્મઅપ કરી રહ્યા હતા. વિરાટની સાથે કેટલાક ખેલાડીઓ પણ બાઉન્ડ્રી પર ઉભા હતા અને પછી લાઉડ સ્પીકર પર લુંગી ડાન્સ ગીત વાગી રહ્યું હતું અને વિરાટ કોહલી આ ગીત પર ડાન્સ કરવા લાગ્યો હતો.


આ પણ વાંચો: ગુજરાતીઓ પર વિવાદિત નિવેદન આપનાર તેજસ્વી યાદવને ઋત્વિજ પટેલે આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ADVERTISEMENT

વિરાટ કોહલીનો આ વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. અને દરેક ચાહક વિરાટની એનર્જી જોઈને તેના વખાણ કરી રહ્યા છે. વિરાટના ચાહકો મેદાન કરતાં વધુ બેટિંગમાં આ ઉર્જા જોવા માંગશે કારણ કે જે પણ ટીમ આ મેચ જીતશે, સીરિઝ તેના નામ પર રહેશે. આવી સ્થિતિમાં, આ મેચમાં વિરાટ કોહલીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. કારણ કે રન ચેઝ કરવામાં તેના કરતા વધુ નિષ્ણાત કોઈ નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT