ગીતામાં ભગવાને કહ્યું છે વર્ણ તેમણે બનાવ્યા છે તો ભાગવત કયા આધારે નિવેદન આપ્યું: શંકરાચાર્યજી મહારાજ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાયપુર : સમાજમાં વર્ણ પંડિતોએ બનાવ્યા. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આ નિવેદન પર હવે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે ગીતાજીમાં ભગવાને સ્વયં કહ્યું કે, વર્ણ તેમણે બનાવ્યા તો ભાગવતજી કયા આધારે વાત કહી રહ્યા છે કે, પંડિતોએ વર્ણવ્યવસ્થા બનાવી તે જણાવે.

રાયપુર આવેલા શંકરાચાર્યજીએ મોહન ભાગવતે નિવેદન આપીને સવાલ કરવામાં આવ્યો. આ અંગે તેમણે કહ્યું કે, મોહન ભાગવતનું ખુબ જ લાંબુ સામાજિક જીવન છે, કેટલાક કહેતા હશે તો જવાબદારીથી કહેતા હશે. જ્યારે અમને જ્યા સુધી માહિતી ન મળે કે તેમણે કયા આધારે આટલું મોટુ નિવેદન આપ્યું ત્યાં સુધી અમે શું કહીશું. તેઓ એવા વ્યક્તિ નથી કે કોઇ વાત કહે અને અમે તેમને વિરોધ કરીએ. ભાગવતજી મોટા માણસ છે. અમે સમજીએ છીએ કે, કંઇ કહ્યું હશે તો જવાબદારીથી જ કહ્યું હશે. હવે તેમને કોણ એવું સંશોધન કરી લીધું જેના પરથી માહિતી મળી કે વર્ણ પંડિતોએ બનાવ્યા છે.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુ રાષ્ટ્રની માંગને પણ ખોટી ગણાવી હતી. તેમણે કહ્યું કે, આ બધુ બોલવાની વાતો છે જે લોકો પણ એવી માંગ ઉઠાવી રહ્યા છે તેઓ હિંદુ રાષ્ટ્રની યોજના રજુ કેમ નથી કરતા. હિંદુ રાષ્ટ્ર હશે તો રાજનીતિક વ્યવસ્થામાં શું પરિવર્તન આવશે. તેની વાત કર્યા વગર કોઇ પણ વાત કરવી બેઇમાની કહેવાશે.

ADVERTISEMENT

સ્વામી કરપાત્રીજી મહારાજે હિંદુ રાષ્ટ્રની માંગને ખોટી કહી હતી. તેમનું કહેવું હતું કે, હિંદુ રાષ્ટ્રથી કંઇ પણ નહી હોય. કહેવાથી તો રાવણ પણ હિંદુ હતો અને કંસ પણ. એક બ્રાહ્મણ હતો અને બીજો ક્ષત્રીય હતો પરંતુ તેમનું હિંદુ રાષ્ટ્ર ક્યારે કોઇ પણ આદર્શ નહોતા રહ્યા. કરપાત્રી જી રામરાજ્યની માંગ કરતા હતા. તેઓ શાસનના આદર્શ છે. જ્યાં પ્રજા સુખી છે, બધાના મનમાં એક બીજા પ્રત્યે પ્રેમ ભાવ છે. જ્યાં રાજા પ્રજા પ્રત્યે સમર્પિત છે. ત્યાં પ્રજા હિતમાં કંઇ પણ છોડવા માટે તૈયાર છે.

શંકરાચાર્યએ કહ્યું કે, ધર્મનું કામ અલગ છે અને રાજનીતિનું કામ અલગ છે. જે દિવસે અમે રાજનીતિમાં આવી ગયા તે દિવસથી અમે ધર્માચાર્ય નથી રહેતા. ભલે પછી તે ગમે તેવા કપડા પહેરે. જો કે તેમના ભગવા કપડા નિયમ અનુસાર ઉતારી લેવા જોઇએ. પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય સપા-બસા હોય દક્ષિણની પાર્ટીઓ હોય કે ઉત્તરની પાર્ટીઓ હો જે પણ રાજનીતિક દળના સભ્યો તરીકે નોંધાયો હોય તે ધર્મનિરપેક્ષ થઇ જાય છે, કારણ કે રાજનીતિક દળોએ રિટર્નમાં ધર્મનિરપેક્ષતાની શપથ લઇને પોતાની જાતને રજિસ્ટર કરાવ્યા હોય. જે પણ રાજનીતિક પાર્ટીના સભ્ય બની ગયાતે ક્યારે પણ ધર્મનિરપેક્ષ ન હોય.

ADVERTISEMENT

શંકરાચાર્યજીએ કહ્યું કે, આપણા રાજનેતા પોતાના મત માટે કંઇ પણ કરી શકે છે. જે ધર્મગ્રંથ પર આખુ ભારત આસ્થા ધરાવે છે. ગામે ગામ મંચ પર રામચરિત માનસ સંભળાય કે ભજવાય છે. આજના દિવસમાં ભારતમાંસૌથી વધારે વંચાતો ધર્મગ્રંથ રામાયણ છે. તેના સૌથી વધારે વ્યાખ્યાકારો રામાયણના છે. તે માનસની પ્રતિઓને તમે ફાડી રહ્યા છે, સળગાવી રહ્યા છો તે યોગ્ય નથી.

ADVERTISEMENT

તમે રાજનીતિક કારણોથી બે વર્ગ બનાવી રહ્યા છો. એક વર્ગને પોતાનામાં મેળવીને લોકોના મત વધી જશે. તમને સત્તા મળી જશે. તમને સત્તા મળે અમને કોઇ વિરોધ નથી પરંતુ આ પદ્ધતી અપનાવીને સત્તા મેળવીને સમાજને બે ટુકડામાં વહેંચી દેવો કોઇ પણ પ્રકારે યોગ્ય નથી.

    follow whatsapp

    ADVERTISEMENT