ક્લાસમાં શિક્ષકે તમામ કપડા કાઢી નાખ્યા, વિદ્યાર્થીનીને પોતાની બાહોમાં ભરી લીધી અને…

ADVERTISEMENT

Nude teacher case
Nude teacher case
social share
google news

નવી દિલ્હી : વિદ્યાર્થીનીએ શાળા જવાનું બંધ કરી દીધું હતું. પરિવારે તેને પુછ્યું હતુ કે, શાળાએ કેમ નથી જઇ રહી. વિદ્યાર્થીએ કારણ જણાવ્યું કે, પરિવારના હોશ ઉડી ગયા. તે લોકોએ તત્કાળ ઘટનાની માહિતી શાળાના પ્રિંસિપાલને આપી હતી. ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં જાણીને ફરિયાદ દાખલ કરાવી છે.

ઉત્તરપ્રદેશના મથુરાનો ચોંકાવનારો કિસ્સો

ઉત્તર પ્રદેશના મથુરામાં શાળાની અંદર શિક્ષક દ્વારા એક કિશોર વિદ્યાર્થીની પર બળાત્કારનો પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યો છે. કપડા વગર નગ્ન થઇને ક્લાસમાં હાજર શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે બળજબરી કરવામાં આવ્યાની સમગ્ર ઘટના ક્લાસમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં રેકોર્ડ થઇ ગઇ હતી. રેપનો પ્રયાસ કરનારો આરોપી શિક્ષક ફરાર થઇ ચુક્યો છે. પીડિતાએ પરિવારની સાથે પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. પોલીસનું કહેવું છે કે, ફરાર શિક્ષકની શોધખોળ કરવામાં આવી રહી છે.

કોસીકલાની સરકારી શાળાનો ચોંકાવનારો બનાવ

અત્રે ઉલ્લેખનીય છે કે, ચોંકાવનારી ઘટના કોસીકલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની સરકારી શાળાની છે. 9માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની 2 દિવસથી શાળાએ નહોતી જઇ રહી. પરિવાર દ્વારા દબાણ કરવામાં આવતા તેણે સમગ્ર ઘટના પરિવારના લોકોને તેણે આપવીતીની જાણ કરી હતી. વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, શાળામાં ગોવિંદ નામના શિક્ષકે તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, 6 નવેમ્બરે જ્યારે તે શાળાએ ગઇ હતી તો શિક્ષક ગોવિંદ કપડા ઉતારીને મારી સામે આવ્યો હતો. ત્યાર બાદ તેણે મને પોતાની પાસે ખેંચી લીધી હતી અને અશ્લીલ કરકતો કરવા લાગ્યો હતો.

ADVERTISEMENT

પ્રિંસિપાલે સીસીટીવી ચેક કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા

વિદ્યાર્થીનીની વાતો સાંભળીને પરિવારને તેની વાત પર વિશ્વાસ નહોતો થયો. તે લોકોએ શાળાએ પહોંચીને વિદ્યાર્થીની સાથે થયેલી હરકત અંગે જણાવ્યું. પ્રિંસિપલે પરિવારની વાત સાભળીને ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી ફુટેજ ચેક કર્યાસીસીટીવીમાં જોઇ શકાય છે કે, આરોપી શિક્ષક ગોવિંદ કપડા ઉતારીને ક્લાસ રૂમમાં આવે છે. બે પગલા દુર વિદ્યાર્થીની ઉભેલી જોવા મળે છે. અશ્લીલ હરકતો કરતા ગોવિંદ વિદ્યાર્થીનીને પકડે છે અને તેની સાથે જબરજસ્તી કરવા લાગે છે. ગભરાયેલી વિદ્યાર્થીની પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે. ગોવિંદને હાથ જોડીને તેને જવા દેવા માટે કરગરતી જોઇ શકાય છે.

જો તાબે ન થાય તો એસીડ એટેકની ધમકી

પીડિતાએ જણાવ્યું કે, આરોપી શિક્ષકે તેનો રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણે વિરોધ કર્યો તો આરોપ શિક્ષકે મને તેજાબ નાખીને ચહેરો બગાડવાની ધમકી આપી હતી. આ મામલે પીડિતના પરિવારજનો દ્વારા ફરિયાદ બાદ આરોપી શિક્ષક વિરુદ્ધ કોસીકલાં પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. આરોપી શિક્ષક હાલ ફરાર છે. તેને શોધવાને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT