AAJTAK સર્વેમાં જાણો કચ્છની દરેક સીટનો ચિતાર, કંઇ બેઠક પર કોની શક્યતા વધારે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બંન્ને તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. બંન્ને તબક્કાના મતદાન પુર્ણ થયા બાદ હવે લોકોને પરિણામ જાણવામાં વધારે રસ જોવા મળી રહ્યો છે. લોકો ભાજપ જીતશે કે કોંગ્રેસ કે પછી આપ બાજી મારી જશે તે મુદ્દે ખુબ જ આતુર જોવા મળી રહ્યા છે. તેવામાં AAJTAK અને AXIS MY INDIA દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. 2017 ની ગુજરાત વિધાનસભામાં પણ સટીક આવ્યો હતો. 2017 માં જ્યારે અન્ય સર્વે ભાજપને 135 સીટ આપી રહ્યા હતા ત્યારે આ સર્વેમાં 99 સીટ અપાઇ હતી જે એકદમ સટીક રીતે સાચો પડ્યો હતો.

અબડાસા
કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છની અબડાસા બેઠક પર ભાજપ તરફથી પ્રદ્યુમન જાડેજા, કોંગ્રેસમાંથી મામદ જંગ જત અને આપ તરફથી વસંત ખેતાણી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા અપક્ષ છે. આ સીટ પર મુસ્લિમો આશરે 69711, ક્ષત્રીયો આશરે 33051 ઉપરાંત કડવા પાટીદાર 30498 અને અનુસુચિત જાતીના લોકો 28896 મતદારો છે. તેવામાં આ બેઠકનો ઝોક ભાજપ તરફી ઝોક જોવા મળી રહ્યો છે.

માંડવી
માંડવી સીટ પર ભાજપ તરફથી અનિરુદ્ધ દવે, કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટી તરફથી કૈલાશ ગઢવીને મેદાને ઉતાર્યા છે. જો કે આ બેઠક પરના વિવિધ સમીકરણોને ધ્યાને રાખીને ભાજપ તરફી લોકોનો ઝુકાવ વધારે જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

ભુજ
ભુજ સીટ પર ભાજપ દ્વારા કેશુભાઇ પટેલ, કોંગ્રેસ દ્વારા અરજણ ભુંડીયા અને આપ દ્વારા રાડેશ પાંડોરિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેવામાં આ સીટ પર ભાજપ તરફી મતદારોનો ઝુકાવ વધારે જોવા મળી રહ્યો છે. અહીં ભાજપ સૌથી મોટી અને મજબુત પાર્ટી તરીકે ઉભરી રહી હોવાનું લાગી રહ્યું છે.

અંજાર
અંજારમાંથી ભાજપ દ્વારા ત્રિકમ છાંગા, કોંગ્રેસ તરફથી રમેશ ડાંગર અને આપ દ્વારા અરજણ રબારીને મેદાને ઉતારવામાં આવ્યા છે. ત્રણેય દિગ્ગજ નેતાઓ છે જો કે કચ્છની તાસીર પહેલાથી જ ભાજપ તરફી રહી છે તેવામાં આ સીટ પર પણ ભાજપ સ્પષ્ટ બહુમતીથી જીતે તેવી શક્યતાઓ સૌથી વધારે લાગી રહી છે.

ADVERTISEMENT

ગાંધીધામ
ગાંધીધામ સીટ પરથી ભાજપે માલતી મહેશ્વરીને ઉતાર્યા છે, કોંગ્રેસે ભરત સોલંકી અને આપે બી.ટી મહેશ્વરીને મેદાને ઉતાર્યા છે. જો કે માલતી મહેશ્વરી સીટીંગ એમએલએ હોવા ઉપરાંત લોકોમાં ભારે દબદબો પણ ધરાવે છે. તેવામાં આ સીટ પર પણ ભાજપ તરફથી ઝુકાવ ધરાવે છે.

ADVERTISEMENT

રાપર
કચ્છ જિલ્લાના રાપરમાં વીરેન્દ્રસિંહ જાડેજા, કોંગ્રેસ તરફથી ભચુભાઇ અરેઠીયા અને આપ તરફથી આંબાભાઇ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે. તેવામાં આ સીટ પર ખુબ જ ટફ ફાઇટ જોવા મળી શકે છે. સંતોક અરેઠીયા સીટીંગ એમએલએ છે અને સ્થાનિકો વચ્ચે ખાસો દબદબો ધરાવે છે. તેવામાં આ બેઠક પર ટફ ફાઇટ જોવા મળી શકે છે. અથવા તો જે પણ પક્ષની જીત થાય તે ખુબ જ પાતળા માર્જિનથી જીત થાય તેવી શક્યતા છે. તેવામાં કચ્છની સરેરાશ વાત કરીએ તો 5 જિલ્લાના લોકોનો ઝુકાવ ધરાવે છે જ્યારે એક સીટ પર મતદારોને કળવા મુશ્કેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સર્વેના આંકડાઓ કેટલાક સેમ્પલ સર્વેના આધારે લેવામાં આવે છે. જેમાં જિલ્લામાં કઇ પાર્ટીનો સૌથી વધારે દબદબો જોવા મળી રહ્યો છે તે અંગેનો એક આછો ચિતાર મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આંકડાના આધારે દરેક જિલ્લામાં કયા પક્ષ તરફ વધારે ઝોક જોવા મળી રહ્યો છે તેના આધારે જાણો કે કયા જિલ્લામાં કઇ સીટ પર કયા ઉમેદવારનો દબદબો હોઇ શકે છે. જો કે આ આંકડા વિધાનસભામાં રહેલા લાખો ઉમેદવારો પૈકી કેટલાક ચોક્કસ લોકો અથવા આગેવાનોના મંતવ્યોના આધારે તૈયાર કરવામાં આવે છે. જેથી આ સર્વેમાં વલણ જોઇ શકાય છે પરંતુ આ જ જીતશે તે તો પરિણામો આવ્યા બાદ જ ખબર પડશે.

    follow whatsapp

    ADVERTISEMENT