રામાયણમાં રણબીર કપુર ભગવાન રામ અને આલિયા ભટ્ટ માતા સીતા બનશે, આ સ્ટાર બનશે રાવણ
અમદાવાદ : રિપોર્ટ અનુસાર, આલિયા અને રણબીરને નિતેશ તિવારીની ‘રામાયણ’ માટે કાસ્ટ કરવામાં આવ્યા છે. આલિયા ફિલ્મમાં સીતામાતાની ભૂમિકા ભજવશે. જ્યારે રણબીર ભગવાન રામના રોલમાં…
ADVERTISEMENT
અમદાવાદ : રિપોર્ટ અનુસાર, આલિયા અને રણબીરને નિતેશ તિવારીની ‘રામાયણ’ માટે કાસ્ટ કરવામાં આવ્યા છે. આલિયા ફિલ્મમાં સીતામાતાની ભૂમિકા ભજવશે. જ્યારે રણબીર ભગવાન રામના રોલમાં જોવા મળશે. હાલમાં જ આલિયા અને ફિલ્મના ડાયરેક્ટર નિતેશ સાથે જોવા મળ્યા હતા. હાલમાં કૃતિ સેનન અને પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ની ચર્ચા ચોતરફ છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, નિતેશ તિવારીએ પણ ‘રામાયણ’ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી. જો કે હવે આ ફિલ્મ કન્ફર્મ બની પણ રહી છે અને તેની સ્ટારકાસ્ટની પણ જાહેરાત થઇ ચુકી છે. એક અંદાજ અનુસાર ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થશે.
જો કે સૌથી મોટા સમાચાર છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડી ‘રામાયણ’માં સાથે જોવા મળશે. ‘રામાયણ’માં સાથે આવશે આલિયા-રણબીર! પિંકવિલાના રિપોર્ટ અનુસાર, નિતેશ તિવારીની ‘રામાયણ’ માટે આલિયા અને રણબીરને માતા સિતા અને રામના પાત્રમાં ફાઈનલ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં આલિયા માતા સીતાની ભૂમિકા ભજવશે. જ્યારે રણબીર ભગવાન રામના રોલમાં જોવા મળશે. હાલમાં જ આલિયા અને ફિલ્મના ડાયરેક્ટર નિતેશ સાથે જોવા મળ્યા હતા. બંનેનો વીડિયો પણ વાયરલ થયો હતો. વિડિયો જોયા બાદ ફિલ્મ વિશે જે વાતો થઈ રહી છે તે સાચી લાગી રહી છે. જો કે હજુ સુધી રામાયણ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
DNEG ઓફિસની બહાર સ્પોટ થયો રણબીર
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રણબીર કપૂર છેલ્લા ઘણા દિવસોથી DNEG ઓફિસમાં જોવા મળી રહ્યો છે. ‘રામાયણ’નું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તે જોવા કલાકારો આવે છે. ફિલ્મનું પ્રી-વિઝ્યુલાઇઝેશન પણ કરવામાં આવ્યું છે. આ પછી મેકર્સે ભગવાન રામના રોલ માટે રણબીરનો લુક ટેસ્ટ લેવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણ છે કે કલાકારો વારંવાર સ્ટુડિયોમાં આવી રહ્યા છે. યોગ્ય લુક મળ્યા બાદ રણબીર રોલ પ્રમાણે પોતાનું બોડી ટ્રાન્સફોર્મેશન કરશે. રામ અને સીતા પછી યશને ફિલ્મમાં રાવણના રોલ માટે કાસ્ટ કરવામાં આવ્યો છે. આલિયા, રણબીર અને યશ સ્ટારર ફિલ્મની જાહેરાત આ વર્ષે દિવાળી પર થઈ શકે છે.આ પહેલા આલિયા ભટ્ટ ઓસ્કાર વિજેતા ફિલ્મ RRRમાં સીતાના રોલમાં જોવા મળી હતી. આલિયાએ તેના ચાંદ હરણના પાત્રમાં ચાહકો પર ઊંડી છાપ છોડી હતી. આ પછી, ચાહકો તેને માતા સીતાના રોલમાં જોવાની માંગ કરતા જોવા મળ્યા હતા. ફેન્સની ડિમાન્ડ ડિરેક્ટર સુધી પહોંચી ગઈ હોય તેવુ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT