સંસદમાં NCP નેતા સુપ્રિયા સુલેએ પીએમ મોદીના વખાણ કર્યા,આ BJP નેતાઓને યાદ કર્યા

Krutarth

ADVERTISEMENT

Supriya Sule praice Pm Modi
Supriya Sule praice Pm Modi
social share
google news

નવી દિલ્હી : NCP સાંસદ સુપ્રિયા સુલેએ પીએમ મોદીના ભાષણના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, હું આજે પીએમના ભાષણની સરાહના કરુ છું જ્યાં તેમણે સરાહના કરી કે શાસન નિરંતરતા છે. આ દેશના નિર્માણમાં ગત્ત 7 દશકોમાં અલગ અલગ લોકોએ યોગદાન આપ્યું છે. જેને આપણે બધા સમાન રીતે પ્રેમ કરીએ છીએ.

સંસદનું વિશેષ,અંતિમ અને ઐતિહાસિક સત્ર

સંસદનું વિશેષ સત્ર આજથી શરૂ થઇ ચુક્યું છે. આ સત્રના પહેલા દિવસની કાર્યવાહી જુના ભવનમાં થઇ હતી. કાલથી નવી ઇમારતમાં સંસદ ભવનની કાર્યવાહી થશે. તેવામાં આજે આ જુના ભવનમાં સંસદીય કાર્યવાહીનો અંતિમ દિવસ છે. એવામાં વડાપ્રધાન મોદીએ પણ પોતાના ભાષણમાં સંસદના 75 વર્ષોના ઇતિહાસને યાદ કર્યો. ત્યાર બાદ વડાપ્રધાન મોદીના ભાષણના પણ વખાણ થયા હતા.

એનસીપીનો દહીં અને દુધમાં પગ

એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ પીએમ મોદીના ભાષણના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, હું આજે પીએમના ભાષણની સરાહના કરુ છું જ્યાં તેમણે સરાહના કરી કે શાસન નિરંતરતા છે. આ દેશના નિર્માણમાં ગત્ત 7 દશકોમાં અલગ અલગ લોકોએ યોગદાન આપ્યું છે, જેને આપણે તમામ સમાન રીતે પ્રેમ કરીએ છીએ.

આ પણ વાંચો

ADVERTISEMENT

સુપ્રિયા સુલેએ આ બે ભાજપના નેતાઓને યાદ કર્યા

સુપ્રીયા સુલેએ કહ્યું કે, તમે તેને ઇન્ડિયા કહો કે ભારત, આ તમારો પોતાનો દેશ છે. આપણે બધા જ અહીં પેદા થયા છીએ. આપણે બધા જ અહીં આવીને ધન્ય છીએ. હું તે લોકોનો રેકોર્ડ રાખવા માંગીશ જેમનો આજે ભાજપે ઉલ્લેખ નથી કર્યો. જેમાં હું પોતાના સંસદીય કાર્યોમાં અત્યાધિક પ્રભાવિત રહી છું. જે ભાજપમાંથી આવે છે. મને જ્યારે પણ લાગે છે કે, તેઓ સૌથી મોટા નેતાઓમાંથી એક હતા અને અસાધારણ સાંસદ હતા જેનો અમે આદર કરીએ છીએ. એક સુષ્મા સ્વરાજ અને બીજા અરૂણ જેટલી, સુપ્રિયા સુલેએ કહ્યું કે, તેઓ સતત સહકારી સંઘવાદની વાત કરતા રહ્યા.

પીએમએ સંસદમાં શું કહ્યું?

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ સદનને સંબોધિત કરતા આ જુના સંસદ ભવનની ઉપલબ્ધિઓ પર પણ જોર દીધું. પીએમ મોદીએ કહ્યું કે, નવા સદનમાં જતા પહેલા તે પ્રેરક પળ, ઇતિહાસની મહત્વપુર્ણ ઘડીઓનું સ્મરણ કરતા આગળ વધારવાનો અવસર છે. આપણે બધા ઐતિહાસિક ભવનથી વિદાઇ લઇ રહ્યા છો. આઝાદી પહેલા આસદન કાઉન્સિલનું સ્થાન હતું. આઝાદી બાદ સંસદ ભવન તરીકે ઓળખ મળી. આ સત્ય છે કે, આ ઇમારતનું નિર્માણ કરવાનો નિર્ણય શાસકોનો હતો. જો કે તે વાત અમે ક્યારે પણ ભુલી શકીએ છીએ કે અમે ગર્વથી કહી શકીએ છીએ કે આ ભવનના નિર્માણમાં પરસેવો અને પરિશ્રમ આપણા દેશવાસીઓનો હતો અને પૈસા પણ અમારા દેશમાં લાગ્યા હતા.

ADVERTISEMENT

પીએમ મોદીએ કહ્યું કે, 75 વર્ષની યાત્રાથી તમામ લોકતાંત્રિક પ્રક્રિયાઓનું દેશે સૃજન કર્યું છે. સદનમાં સક્રિયતાથી યોગદાન પણ આપ્યું છે અને સાક્ષી ભાવથી જોયું છે. અમે નવા ભવનમાં ભલે જઇશું પરંતુ જુનુ ભવન પણ આગળ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. આ ભારતના લોકશાહીની સ્વર્ણિમ યાત્રાનો મહત્વનો અધ્યાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT