મારી 2024 ની ત્રીજી ટર્મમાં હિન્દુસ્તાન વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનશે
PM Modi Speech: વડાપ્રધાન મોદીએ બુધવારે મોટો દાવો કર્યો હતો. તેમણે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ સમ્મેલન કેન્દ્રના ઉદ્ધાટન સમારોહમાં પોતાના ત્રીજા કાર્યકાળ અંગેનું અનુમાન…
ADVERTISEMENT
PM Modi Speech: વડાપ્રધાન મોદીએ બુધવારે મોટો દાવો કર્યો હતો. તેમણે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ સમ્મેલન કેન્દ્રના ઉદ્ધાટન સમારોહમાં પોતાના ત્રીજા કાર્યકાળ અંગેનું અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે, ભારત વર્લ્ડ ઇકોનોમિમાં ટોપ 3 પર હશે.
પીએમ મોદીએ કહ્યું કે, ટ્રેક રેકોર્ડના આધારે કહી રહ્યો છું કે, ત્રીજી ટર્મમાં વિશ્વની પહેલી ત્રણ મોટી અર્થ વ્યવસ્થાઓમાં એક ભારતનો હશે. ત્રીજી ટર્મમાં પહેલી ત્રણ ઇકોનોમીમાં ગર્વ સાથે હિન્દુસ્તાન ઉભુ હશે. 2024 માં મારી ત્રીજી ટર્મમાં દેશ વિકાસની યાત્રામાં ખુબ જ ઝડપથી આગળ વધશે. તમે તમારા સપનાઓ તમારી આંખ સામે પુરા થતા જોઇ શકશો. વિશ્વ તે વાતનો સ્વિકાર કરી રહ્યો છે કે, ભારત લોકશાહીની જનની છે. વિશ્વ ભારતનું સતત વધી રહેલું કદ જોશે. જ્યારે નવી દિલ્હીમાં નવનિર્મિત ભારત મંડપમ જી 20 સમ્મેલનની મેજબાની કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT