BHOPAL માં સામાન્ય સરકારી કર્મચારીને ત્યાં દરોડા પાડ્યા, અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભોપાલ : મધ્યપ્રદેશનાં ભોપાલમાં પોલીસ હાઉસિંગ કોર્પોરેશનનાં ઈન્ચાર્જ મદદનીશ ઈજનેર હેમા મીણાનાં આવાસ પર દરોડા પાડતા અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ હતી.મીણાના આવાસ સહિત અન્ય 3 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી 5થી 7 કરોડની સંપત્તી મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હેમાની માસિક સેલેરી 30 હજાર રૂપિયા છે. તેવામાં આટલી સંપત્તિ તેની સેલેરીથી 232% વધારે થાય છે. હેમા મીણા હાઉસિંગ કોર્પોરેશન ભોપાલમાં ઈન્ચાર્જ મદદનીશ ઈજનેરના પદ પર કાર્યરત છે. તેની સામે સેલેરીથી વધારે સંપત્તિ હોવાનો આ મામલો 2020માં નોંધાયો હતો.

તપાસ બાદ શું શું મળી આવ્યું ?
તપાસ બાદ જાણવા મળ્યું કે હેમા મીણાએ પોતાના પિતા રામસ્વરૂપ મીણાનાં નામ પર બિલખિરિયામાં 20000 વર્ગ ફુટની જમીન ખરીદી છે. તેના પર એક કરોડનાં ખર્ચે આલીશાન બંગલો બનાવ્યો છે. એટલું જ નહીં મીણાએ ભોપાલ, રાયસેન અને વિદિશાનાં વિવિધ ગામડાઓમાં ખેતરો પણ ખરીદ્યાં છે. ટ્રેક્ટર અને મશીનો પણ તેણે ખરીદ્યાં હતાં.

હેમા મીણાએ હાર્વેસ્ટર, વાવણી મશીન, ટ્રેક્ટર અને અન્ય ખેતીનાં ઉપકરણો ખરીદ્યાં છે. રેડ પાડનાર લોકાયુક્તનું કહેવું છે કે હેમા મીણાની વર્તમાન માસિક સેલેરી આશરે 30000 રૂપિયા છે. હેમા મીણાએ જે સંપત્તિ ખરીદી છે તેની કિંમત હેમાની સેલેરીથી 232% વધારે છે. આ ઘટનાને જોતાં હેમાની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT