ઇમરાન ખાન સાથે બોલિવુડની ટોચની બે અભિનેત્રીઓ સાથે હતા ગાઢ સંબંધ,આ કારણે બંન્ને સાથે…
નવી દિલ્હી : ક્રિકેટર ઈમરાન ખાનના ચોગ્ગા અને છગ્ગા કરતાં પણ વધુ તેની લવ લાઈફ હેડલાઈન્સમાં રહેતી હતી. માત્ર પાકિસ્તાનની જ નહીં પરંતુ બોલિવૂડની પણ…
ADVERTISEMENT
નવી દિલ્હી : ક્રિકેટર ઈમરાન ખાનના ચોગ્ગા અને છગ્ગા કરતાં પણ વધુ તેની લવ લાઈફ હેડલાઈન્સમાં રહેતી હતી. માત્ર પાકિસ્તાનની જ નહીં પરંતુ બોલિવૂડની પણ ઘણી અભિનેત્રીઓ ઈમરાન ખાનને પસંદ કરતી હતી. એક તો તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને બોલિવૂડ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. એક સમયે બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરૂખ ખાન ઈમરાન ખાનના મોટા પ્રશંસક હતા. જ્યારે દેવ આનંદ તેને પોતાની ફિલ્મમાં હીરો તરીકે લોન્ચ કરવા માંગતા હતા. આટલું જ નહીં, જો સમાચારો અનુસાર બોલિવૂડની બે દિગ્ગજ અભિનેત્રીઓ તેના પર ખુબ જ દિવાની હતી. એક અભિનેત્રી પણ તેની સાથે લગ્ન કરવા માંગતી હતી.
અભિનેત્રીની માતા ઈમરાન ખાનને રેખા માટે શ્રેષ્ઠ માનતી હતી
બોલિવૂડની જાણીતી અભિનેત્રી રેખા અને ઈમરાન ખાન એકબીજાને ખૂબ જ પસંદ કરતા હતા. રેખા ઇમરાન સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. સ્ટાર રિપોર્ટ નામના પેપરમાં લખવામાં આવ્યું હતું કે, એપ્રિલ 1985માં ઈમરાને મુંબઈમાં રહેવા દરમિયાન રેખા સાથે સમય વિતાવ્યો હતો. બંને નાઈટ ક્લબમાં પણ જોવા મળ્યા હતા. આટલું જ નહીં બંનેનો સંબંધ લગ્ન સુધી પહોંચી ગયો હતો. રેખાની માતાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તેમને તેમની દીકરીના જીવનસાથી તરીકે ઈમરાન ખાનથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી લાગતું. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.
રેખા અને ઈમરાનના સંબંધો કેમ તૂટ્યા?
ઈમરાન ખાને એક ઈન્ટરવ્યુમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે તે ક્યારેય કોઈ અભિનેત્રી સાથે લગ્ન નહીં કરે. તેણે કહ્યું હતું કે,’મને અભિનેત્રીઓ સાથે સમય પસાર કરવો ગમે છે. પરંતુ માત્ર થોડા સમય માટે. હું થોડો સમય તેમની સાથે રહું છું, આનંદ કરું છું અને પછી આગળ વધી જઉ છું. હું તેની સાથે લગ્ન કરી શકતો નથી. કહેવાય છે કે ઈમરાન ખાનની આ વિચારસરણીને કારણે રેખા અને ઈમરાનનો સંબંધ તૂટી ગયો હતો.
ADVERTISEMENT
આ અભિનેત્રી સાથે નામ પણ જોડાયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, રેખા પહેલા ઈમરાન ખાનનું નામ ઝીનત અમાન સાથે પણ જોડાયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1979માં જ્યારે ઈમરાન ખાને બેંગ્લોરના ક્રિકેટ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં પોતાનો 27મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો ત્યારે તેની લેડી લવ જીનત અમાન પણ તેની સાથે હાજર હતી. જોકે, બંનેમાંથી કોઈએ ક્યારેય આ સંબંધના સમાચાર સ્વીકાર્યા નથી.
ADVERTISEMENT