Modi સરકારનો મહત્વનો નિર્ણય, હવે નાળીયેર પણ ટેકાના ભાવે ખરીદવામાં આવશે

ADVERTISEMENT

Modi Government Cabinet Meet
Modi Government Cabinet Meet
social share
google news

Modi Cabinet Decision: કેન્દ્રની મોદી સરકારે બુધવારે (27 ડિસેમ્બર) એક મોટો નિર્ણય લીધો છે. સરકારે નાળિયેર માટે એમએસપી નક્કી કરી છે. આ સિવાય બિહારના દિઘા અને સોનપુર વચ્ચે ગંગા પર 6 લેનનો પુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, “MMC વર્ષ 2024 માટે નક્કી કરવામાં આવ્યું છે.” ખેડૂતોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. વિશ્વભરમાં નારિયેળના ભાવમાં ઘટાડો થયો છે. મને એ જણાવતા આનંદ થાય છે કે, 2023 સુધીમાં મિલીંગ કોપરાની ફિક્સ્ડ MSP પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા અને બાલ કોપરાની 250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધી છે.

6 લેનનો પુલ 4.56 કિલોમીટર લાંબો હશે

સરકારે કહ્યું કે, 6 લેનનો આ પુલ 4.56 કિલોમીટર લાંબો હશે. અનુરાગ ઠાકુરે કહ્યું, “બિહારના દિઘા અને સોનપુર જિલ્લાની વચ્ચે ગંગા નદી પર 6 લેનનો કેબલ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે 42 મહિનામાં પૂર્ણ થશે. મોટી વાત એ છે કે મોટા જહાજો પણ આની નીચેથી સરળતાથી પસાર થઈ શકશે.

ADVERTISEMENT

VIDEO | "MSP (for kopra) for 2024 has been decided. I am happy to saw that MSP for milling kopra (coconut) for the year 2024 will be more than 2023. Milling kopra's MSP has been raised by Rs 300 per quintal and for ball kopra it has been increased by Rs 250 per quintal," says… pic.twitter.com/GU89qdZbiD

— Press Trust of India (@PTI_News) December 27, 2023

ત્રિપુરા અને આસામ સંબંધિત કયા નિર્ણયો લેવામાં આવ્યા?

અનુરાગ ઠાકુરે કહ્યું કે, ત્રિપુરા અને આસામને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “સડક અને પરિવહન મંત્રાલયને લગતા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે ત્રિપુરા અને આસામ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખોવાઈથી હરિના સુધીનો રોડ બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે. 2487 કરોડનો ખર્ચ થશે અને આ કામ 25 મહિનામાં પૂર્ણ થશે.

ADVERTISEMENT

તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ આસામ અને ત્રિપુરા વચ્ચે પરિવહન સરળ બનશે. ઉત્તર ત્રિપુરાને દક્ષિણ ત્રિપુરા સાથે જોડવાનો આ પ્રયાસ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT