ભારત પર બે તોફાનનો ખતરો, IMDનું એલર્ટ-બિપોરજોયથી પણ બે ગણુ ખતરનાક તોફાન આવશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Midhili Cyclone Alert: ભારતીય હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીએ જણાવ્યું કે બંગાળની ખાડી ઉપર એક દબાણવાળું ક્ષેત્ર બન્યું છે. જેના કારણે તટીય વિસ્તારોમાં 45 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે અને તેમાંથી એક ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ જવાની સંભાવના છે.

15 અને 16 નવેમ્બરે એલર્ટ

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, બંગાળની ખાડી પર લો પ્રેશર વિસ્તાર બન્યો છે, જે બાદમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં મોટા વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. તેમણે કહ્યું કે, 15 નવેમ્બરથી આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેની આસપાસ પવનની ઝડપ વધવાની સંભાવના છે. 15 અને 16 નવેમ્બર એમ બે દિવસ પવન ફૂંકાશે.

ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે તોફાન

IMD વૈજ્ઞાનિક ઉમાશંકર દાશે મંગળવારે જણાવ્યું હતું કે, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને અડીને આવેલા અંદામાન અને નિકોબાર ટાપુઓ પર લો પ્રેશર વિસ્તાર 16 નવેમ્બરના રોજ આંધ્ર પ્રદેશના કિનારે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાય તે પહેલા ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા છે. દાશે કહ્યું કે, બાદમાં સિસ્ટમ ફરીથી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળશે અને 17 નવેમ્બરે ઓડિશાના કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચશે.

ADVERTISEMENT

IMD એ એલર્ટ જાહેર કર્યું

IMDએ કહ્યું છે કે, જ્યારે લો પ્રેશર વિસ્તાર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને છે અને ડિપ્રેશનમાં ફેરવાય છે, તો તેને ‘મિધિલી’ કહેવામાં આવશે. IMDએ માછીમારોને 15 થી 17 નવેમ્બર સુધી આગામી સૂચના સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. હવામાન વિભાગે 15 નવેમ્બરે ઓડિશાના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં તેની તીવ્રતા વધવાની સંભાવના છે અને 16 નવેમ્બરે વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડશે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT