Weather Update Today: હાડ થીજવતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસનું એલર્ટ, આ રાજ્યોમાં હળવા વરસાદની સંભાવના…IMDની લેટેસ્ટ આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Weather Update Today: વર્ષ 2023ના અંતે ઉત્તર ભારતના લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ઠંડા પવનો અને ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે, એટલે કે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં તેનાથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યો માટે આગામી બે અઠવાડિયા માટે હવામાન અંગે અપડેટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગહી

હવામાન વિભાગે આગામી બે સપ્તાહની આગાહી કરી છે. આ મુજબ, 5 જાન્યુઆરી પછી પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 68થી 100% સુધી શીત લહેરની સંભાવના છે. તો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન 34થી 67% શીતલહેર થવાની સંભાવના છે. આગામી બે સપ્તાહમાં દેશના બાકીના ભાગોમાં શીત લહેરની કોઈ આગાહી નથી.

કેવી છે તમારા શહેરની એર ક્વોલિટી, અહીં ચેક કરો

ADVERTISEMENT

જોકે, હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કોલ્ડ ડેની સ્થિતિનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે યુપી, ઉત્તર રાજસ્થાન, બિહાર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં 31 ડિસેમ્બર સુધી ખૂબ ગાઢ ધુમ્મસ રહેશે.

આ વિસ્તારમાં વરસાદની સંભાવના

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 30 ડિસેમ્બરે તમિલનાડુ અને લક્ષદ્વીપમાં એક-બે જગ્યાએ હળવો વરસાદ અને મધ્યમ વરસાદની શક્યતા છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ પશ્ચિમ હિમાલયના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

ADVERTISEMENT

આ રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ

પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં ગાઢથી ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગોમાં હાડથીજવતી ઠંડી પડી શકે છે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT