આવી રહ્યું છે વાવાઝોડું Michaung: આ રાજ્યોમાં મચાવી શકે છે તબાહી, હાઈ એલર્ટ અને ભારે વરસાદની ચેતવણી
IMD Alert Issues Cyclone Michaung: એક તરફ ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. પહાડો પર હિમવર્ષા અને વરસાદ શરૂ થઈ ગયો છે. તો બીજી તરફ…
ADVERTISEMENT
IMD Alert Issues Cyclone Michaung: એક તરફ ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. પહાડો પર હિમવર્ષા અને વરસાદ શરૂ થઈ ગયો છે. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં માઈચોંગ (Michaung) ચક્રવાતી તોફાનને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભરતીય હવામાન વિભાગે આગામી 3 કલાકમાં તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં વીજળી પડવાની અને અતિભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે. તમિલનાડુના તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, ચેન્નાઈ, તેનકાસી, થુથુકુડી, તિરુનેલવેલી અને કન્નિયાકુમારી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ વીજળી પડવાની શક્યતા છે. તમિલનાડુના વિલ્લુપુરમ, રાનીપેટ, કુડ્ડાલોર, તંજાવુર, નાગાપટ્ટિનમ, માયલાદુથુરાઈ, તિરુવરુર, રામનાથપુરમ, તિરુપુર, ડિંડીગુલ, પુડુકોટ્ટાઈ, વિરુધુનગર નીલગિરિસ અને થેની જિલ્લાઓ વીજળી પડવાની સંભાવના છે.
સ્થાનિકો અને માછીમારોને અપીલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમિલનાડુ પહેલેથી જ ભારે વરસાદ અને પૂરના કહેર સામે ઝઝૂમી રહ્યું છે. ચેન્નાઈ સહિત અન્ય ઘણા શહેરોમાં પૂર અને જળબંબાકારને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. તો તોફાનના ખતરાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અને માછીમારોને દરિયા કિનારે ન જવાની સલાહ આપી છે.
दैनिक मौसम परिचर्चा (01.12.2023)
YouTube: https://t.co/xsMKhuvbpG
Facebook: https://t.co/bfcMJ2mQms#imd #weatherupdate #india #rain #rainfall #heavyrain #heavyrainfall #AndhraPradesh #Odisha #TamilNadu #Andaman #Nicobar@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/MdYH0cio3S— India Meteorological Department (@Indiametdept) December 1, 2023
ADVERTISEMENT
9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો-પ્રેશર બની રહ્યું છે, જેના કારણે ચક્રવાતી તોફાન થવાની સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર બનેલા દબાણે ગતિ પકડી લીધી છે, જે છેલ્લા કેટલાક દિવસોમાં 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ચક્રવાતી તોફાને માઈચોંગ (Michaung) નામ આપવામાં આવ્યું છે. આ ચક્રવાતી તોફાનનું નામ મ્યાનમારે આપ્યું છે.
*राष्ट्रीय बुलेटिन नंबर 1: सुस्पष्ट निम्न दबाव का क्षेत्र (Well Marked Low Pressure Area), दक्षिणपूर्व उससे सटे दक्षिणपश्चिम बंगाल की खाड़ी में एक अवदाब (Depression) के रूप में केंद्रित है (Pre-Cyclone Watch: Yellow Message)*
— India Meteorological Department (@Indiametdept) December 1, 2023
ADVERTISEMENT
100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની ધારણા
IMD બુલેટિન અનુસાર, વાવાઝોડાની સ્થિતિ ચેન્નાઈથી 630 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, નેલ્લોરથી 740 કિમી દક્ષિણ-પૂર્વમાં, બાપતલાથી 810 કિમી દક્ષિણ-પૂર્વમાં અને માછલીપટ્ટનમથી 800 કિમી દક્ષિણ-પૂર્વમાં છે. 3 ડિસેમ્બર સુધીમાં ચક્રવાત દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં રહેશે. આગાહીઓ દર્શાવે છે કે ચક્રવાતી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને 4 ડિસેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને નજીકના ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે તકરાશે. ત્યારે ચક્રવાતી તોફાનની મહત્તમ ઝડપ 80-90 કિલોમીટર પ્રતિ કલાક અને પવનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે.
ADVERTISEMENT
ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 2 ડિસેમ્બરથી ઉત્તર તટીય તમિલનાડુ અને પુડુચેરીમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઘણી જગ્યાએ ભારે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. IMDએ તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઓડિશા સહિત દક્ષિણના ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓની આગાહી કરી છે.
ADVERTISEMENT