ઝારખંડમાં બિનકાયદેસર ખનનમાં ખાણ તુટી પડી, 3 ના મોત અનેક લોકો દટાયા
Jharkhand Coal Mine Collapse Update: ધનબાદમાં એક ખાણમાં ગાબડુ પડી જવાના કારણે 3 લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ખાણ…
ADVERTISEMENT
Jharkhand Coal Mine Collapse Update: ધનબાદમાં એક ખાણમાં ગાબડુ પડી જવાના કારણે 3 લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ખાણ પર હાજર લોકોએ જણાવ્યું કે, ખાણમાં ભંગાણ થયું ત્યારે ઘણા સ્થાનિક ગ્રામીણો ગેરકાયદેસર ખાણકામ કરી રહ્યા હતા. ભૌરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર બિનોદ ઓરાને જણાવ્યું કે, બચાવ કામગીરી ચાલી રહી છે. શુક્રવારે ઝારખંડના ભૌરા કોલિયરી વિસ્તારમાં ગેરકાયદેસર ખાણકામ દરમિયાન ખાણ ધરાશાયી થવાને કારણે ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા. આ સાથે તેમાં હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. એક અધિકારીએ આ માહિતી આપી હતી.
અંદર ફસાયેલા લોકોની સંખ્યા અંગે અવઢવ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના જિલ્લાથી લગભગ 21 કિલોમીટર દૂર ભારત કોકિંગ કોલ લિમિટેડના (BCCL) ભૌરા કોલિયરી વિસ્તારમાં બની હતી. ધનબાદના સિંદરી વિસ્તારના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (ડીએસપી) અભિષેક કુમારે જણાવ્યું હતું કે, અને ખાણમાં ફસાયેલા લોકોની વાસ્તવિક સંખ્યા ત્યારે જ જાણી શકાશે જ્યારે બચાવકર્તા પીડિતોને શોધી કાઢશે. બીજી તરફ, સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, ખાણમાં ભંગાણ થયું ત્યારે ઘણા સ્થાનિક ગ્રામજનો ગેરકાયદેસર ખાણકામમાં રોકાયેલા હતા. લોકોએ વધુમાં જણાવ્યું કે, સ્થાનિક લોકોની મદદથી ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ
ભોરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર બિનોદ ઓરાને જણાવ્યું કે, બચાવ કામગીરી ચાલી રહી છે. પુરુષ અને એક સગીર છોકરી સહિત કુલ 3 લોકોનાં મોત થઇ ચુક્યા છે. ઘાયલોને તેમના સાથીઓએ બહાર કાઢ્યા છે અને સ્થાનિક નર્સિંગ હોમમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. પોકલેન મશીનમાંથી કાટમાળ હટાવવાની કામગીરી બીસીસીએલ કોલ કંપની દ્વારા કરવામાં આવી રહી છે. આશંકા છે કે, હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. પોકલીન મશીનની મદદથી કાટમાળ હટાવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
શું કહ્યું સ્થાનિક લોકોએ?
આ બાબતે બીસીસીએલ મેનેજમેન્ટ અને પોલીસ પ્રશાસન દ્વારા કોઈ મૃત્યુની પુષ્ટિ કરાઇ નથી. પરંતુ સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તેમના પાંચ લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દરરોજની જેમ સ્થાનિક લોકો અહીં ગેરકાયદે કોલસા ખનન માટે પહોંચ્યા હતા. ત્યારબાદ કોલસા કાપણી દરમિયાન કોલસા, પથ્થર અને માટીનો ઢગલો લોકો પર પડ્યો હતો. જેના કારણે 15 લોકો કાટમાળ નીચે દટાયા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા છે.
ADVERTISEMENT