જો તમારૂ ખાતુ HDFC બેંકમાં છે તો ખાસ વાંચજો, કોર્પોરેટ જગતનો સૌથી મોટો નિર્ણય લેવા જઇ રહી છે બેંક
અમદાવાદ : ભારતનાં પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક HDFC બેંક અને તેની પેરેન્ટ કંપની એટલે કે HDFC ટૂંક જ સમયમાં મર્જર કરવા જઇ રહી છે.…
ADVERTISEMENT
અમદાવાદ : ભારતનાં પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક HDFC બેંક અને તેની પેરેન્ટ કંપની એટલે કે HDFC ટૂંક જ સમયમાં મર્જર કરવા જઇ રહી છે. સંપત્તિ ગિરવી રાખીને હોમ લોન આપનારી દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક HDFC લિમિટેડ પણ બેંક સાથે જોડાઇ જશે. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલે 17 માર્ચનાં બંનેનાં મર્જરને મંજૂરી આપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનાં કોર્પોરેટ ઈતિહાસનું સૌથી મોટું મર્જર માનવામાં આવી રહ્યું છે.
RBIએ પણ ડીલને મંજૂરી આપી
HDFC બેંકને RBI પહેલાથી જ Too Big To Fail બેંકની કેટેગરીમાં મુકી ચુકી છે. જે બેંક માટે ખુબ જ મોટી ઉપલબ્ધી છે. જ્યારે તેનું મર્જર એચ.ડી.એફ.સી લિમિટેડની સાથે થઈ જશે ત્યાર બાદ તે દેશની સૌથી મોટી બેંકો પૈકીની એક બનશે. HDFC લિમિટેડની HDFC બેંકમાં મર્જર માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહી હતી. હવે તેને ભારતીય રિઝર્વ બેંક, SEBI, PFRDA અને ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ સહિત ભારતનાં સ્ટોક એક્સચેન્જ BSE અને NSE તરફથી પણ લીલી ઝંડી મળી ચુકી છે. હવે કંપની લો ટ્રિબ્યૂનલે પણ આ મર્જર માટેની પરવાનગી આપી દીધી છે.
બેંકને તમામ સરકારી સંસ્થાઓ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે
BSE પર આજે ટ્રેડિંગ દરમિયાન HDFC limited અને HDFC બેંકનાં શેર ક્રમશ: 1.7% વધીને 2,575.95 રૂપિયા અને 1,578.20 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યા હતા. આ બંનેનું મર્જર નાણાકીય વર્ષ 24નાં દ્વિતીય અથવા તૃતિય ક્વાર્ટરમાં સંપુર્ણ પુર્ણ થશે. 10 માર્ચનાં મનીકંટ્રોલની સાથે એક વિશેષ મુલાકાતમાં એચ.ડી.એફ.સીનાં વાઈસ ચેરમેન અને CEO કેકી મિસ્ત્રીએ દાવો કર્યો હતો કે, મર્જરથી જોઈન્ટ યૂનિટ માટે વિકાસનાં મોટા અવસરો પેદાથશે. આ મર્જરથી દેશ અને આર્થિક સેક્ટર બંન્નેને ખુબ જ મજબુતી મળશે. મિસ્ત્રીએ કહ્યું કે વધુને વધુ શાખાઓથી હોમ લોનનું વિસ્તરણ કરવાનો ઉદેશ્ય છે. હાઉસિંગ લોન પર વિકાસની તકો સૌથી વધારે હશે. 2015માં પારેખે જણાવ્યું હતું કે, તેમની ફર્મ HDFC બેંકની સાથે મર્જર અંગે વિચારણા કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT