2 થી વધારે બાળક હશે તો નહી મળે સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટે મહોર મારી
ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂરતિ દીપાંકર દત્તા અને ન્યાયમૂરતિ કેવી વિશ્વનાથનની પીઠે પૂર્વ સૈનિક રામલાલ જાટ દ્વારા દાખલ અપીલને ફગાવી દીધી હતી.
ADVERTISEMENT
ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂરતિ દીપાંકર દત્તા અને ન્યાયમૂરતિ કેવી વિશ્વનાથનની પીઠે પૂર્વ સૈનિક રામલાલ જાટ દ્વારા દાખલ અપીલને ફગાવી દીધી હતી. તેઓ 2017 માં સેવાથી રિટાયર થઇ ગયા હતા. રાજસ્થાનમાં પંચાયત ચૂંટણી લડનારા ઉમેદવારની સાથે સાથે હવે સરકારી નોકરી માટે પણ બે બાળકની નીતિ ફરજીયાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાંથી પણ તેની મંજૂરી મળી ચુકી છે.
બેથી વધારે બાળકો હશે તો સરકારી નોકરી નહી મળે
બેથી વધારે બાળકો ધરાવતા કેંડિડેટ જે સરકારી નોકરીની શોધમાં છે, તેમના માટે ઝટકો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે 21 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે પંચાયત ચૂંટણી માટે આ નીતિને ફરજીયાત કરી દેવામાં આવી હતી. ન્યાયમૂર્તિ સુર્યકાંત, ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ કેવી વિશ્વનાથનની પીઠે પૂર્વ સૈનિક રામ લાલ જાટ દ્વારા દાખલ અપીલને ફગાવી દીધી હતી. તેઓ 2017 માં સેવાથી રિટાયર થઇ ગયા હતા અને તેમણે 25 મે, 2018 ના રોજ રાજસ્થાન પોલીસમાં કોંસ્ટેબલ પદ માટે અરજી કરી હતી.
રાજસ્થાન પોલીસ અધિનસ્થ સેવા નિયમ 1989
જેની ઉમેદવારીને રાજસ્થાન પોલીસ અધીનસ્થ સેવા નિયમ, 1989 નિયમ 24 (4) હેઠળ ફગાવી દેવામાં આવી હતી. રાજસ્થાન સેવા સંશોધન નિયમ 2001 હેઠળ પ્રાવધાન છે કે, 1 જુન 2002 કે ત્યાર બાદ જો કોઇ ઉમેદવારને 2થી વધારે બાળક હોય તો તે સરકારી નોકરી માટે પાત્ર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, રામ લાલ જાટના બેથી વધારે બાળક છે. તેમણે આ અગાઉ રાજસ્થાન હાઇકોર્ટમાં સરકારના ચુકાદાને પડકાર્યો હતો. ઓક્ટોબર 2022 માં ચુકાદો આપતા હાઇકોર્ટે કહ્યું હતું કે, આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમારો હસ્તક્ષેપ કરવાનો કોઇ અર્થ નથી
ન્યાયમૂર્તિ કાંતની આગેવાનીવાળી પીઠે કહ્યું કે, કંઇક આ જ પ્રકારના પ્રાવધાન પંચાયત ચૂંટણી લડવા માટે પાત્રતા શરત તરીકે રજુ કરવામાં આવ્યું હતું. તેને સુપ્રીમ કોર્ટે 2003 માં જાવેદ અને અન્ય વિરુદ્ધ હરિયાણા રાજ્ય મામલાને યથાવત્ત રાખ્યો છે. જેના હેઠળ બેથી વધારે બાળકો હોવાની સ્થિતિમાં ઉમેદવારને અયોગ્ય જાહેર કરે છે. આ પ્રાવધાનનો ઉદ્દેશ્ય પરિવાર નિયોજનને વધારવાનો હતો. પીઠે જાટની અપીલ તેમ કહીને ફગાવી દીધી કે, હાઇકોર્ટે આપેલા ચુકાદામાં અમારે હસ્તક્ષેપ કરવાની કોઇ જ જરૂર નથી.
ADVERTISEMENT