લોકસભા ચૂંટણીમાં મત્ત નહી આપો તો બેંકમાંથી કપાશે 350 રૂપિયા? જાણો સરકારે શું જવાબ આપ્યો

ADVERTISEMENT

Election Fund case
Election Fund case
social share
google news

Fact Check : આવતા વર્ષે લોકસભા ચૂંટણી થવાની છે, જે અંગે તમામ દળ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. કરોડો લોકો લોકસભા ચૂંટણીમાં મતદાન કરશે. જો કે લોકસભા ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર એક સમાચારપત્રનું કટિંગ વાયરલ થઇ રહ્યું છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો લોકસભા ચૂંટણીમાં મતદાન નહી કરો તો બેંક એકાઉન્ટમાંથી 350 રૂપિયા પકાઇ જશે. આ અંગે કેન્દ્ર સરકારની ફેક્ટ ચેકિંગ યૂનિટ પીઆઇબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, આ સમાચાર ખોટા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જુના સમાચારપત્રનુ કટિંગ છે. જે મજાકના અંદાજમાં પબ્લિશ કરવામાં આવી હતી. ત્યાર બાદ લોકો તેને સત્ય માનવા લાગ્યા અને શેર કરવા લાગ્યા જો કે આ સમાચાર નકલી છે. એવો કોઇ પણ નિર્ણય નથી લેવાયો.

શું છે સમાચાર પત્રના કટિંગમાં?

આ સમાચારપત્રના કટિંગમાં જણાવવામાં આવ્યું છે કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં મત ન આપવો મોંઘો પડી શકે છે. ચૂંટણી પંચે મતદાનથી બચનારા લોકો પર સકંજો કસવાનો આદેશ જાહેર કર્યો છે. મતદાન નહી કરનારા વ્યક્તિની ઓળખ આધારકાર્ડ દ્વારા થશે. તે કાર્ડ સાથે લિંક બેંક એકાઉન્ટમાંથી 350 રૂપિયા કટ થઇ જશે. બીજી તરફ જો એકાઉન્ટ ન હોય તો મોબાઇલ રિચાર્જ કરાવો ત્યાંથી પૈસા કપાઇ જશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંચે પહેલા જ કોર્ટ પાસેથી મંજૂરી લીધી છે. એવામાં હવે તેની વિરુદ્ધ કોઇ પણ અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી શકે છે.

શું છે આ વાયરલ દાવાનું સત્ય?

હવે આ દાવો સત્ય છે કે, મત નહી કરનારા વ્યક્તિ પર 350 રૂપિયા કપાઇ જશે? તો તેનો જવાબ છે નહી. આ ખોટું છે. આ અખબારના કટિંગ ચાર વર્ષ પહેલાની છે. એક અખબારે હોળીના પ્રસંગે મજાકિયા અંદાજમાં છપનારા સમાચારોના હિસાબેથી જ પ્રકાશિત કર્યું હતું. ત્યાર બાદ તેની સ્પષ્ટતા કરવામાં આવી કે, સમાચારના અંતે બુરા ન માનો હોલી હૈ અને આ પેજના તમામ સમાચાર કાલ્પનિક છે. જો કે આ બંન્ને લાઇનો કાપીને સોશિયલ મીડિયા પર કટિંગ વાયરલ થવા લાગ્યું છે.

ADVERTISEMENT

https://x.com/PIBFactCheck/status/1702636069290946998?s=20

એપ્રીલ ફુલના સમાચાર થઇ રહ્યા છે વાયરલ

હવે આવતા વર્ષે લોકસભા ચૂંટણી આવવાની છે, તો હવે ફરી એકવાર સોશિયલ મીડિયા પર આ કટિંગ વાયરલ થવા લાગ્યું છે. પીઆઇબી ફેક્ટ ચેકે અખબારના કટિંગને એક્સ પર શેર કરતા લખ્યું કે, આ સમાચાર ખોટા છે. ચૂંટણી પંચે આવો કોઇ જ નિર્ણય નથી લીધો. આ સમાચાર પાયા વિહોણા અને ખોટા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT