14 કલાકની અંદર 800 વખત ભૂકંપ આવ્યો, દેશમાં લગાવવી પડી ઈમરજન્સી… ક્યાં બની આવી ઘટના?
Iceland Earthquake: યુરોપિયન દેશ આઈસલેન્ડમાં 14 કલાકમાં 800 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દુર્ઘટના બાદ દેશમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. આઇસલેન્ડના નાગરિક સુરક્ષા અને…
ADVERTISEMENT
Iceland Earthquake: યુરોપિયન દેશ આઈસલેન્ડમાં 14 કલાકમાં 800 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દુર્ઘટના બાદ દેશમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. આઇસલેન્ડના નાગરિક સુરક્ષા અને ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે એક નિવેદનમાં નાગરિકોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ‘એવી સંભાવના છે કે તેનાથી પણ વધુ મજબૂત ભૂકંપ આવી શકે છે અને તે મોટા વિનાશ તરફ દોરી શકે છે. એટલા માટે દરેકે સાવચેત રહેવાની જરૂર છે…’
હવામાન વિભાગે શું કહ્યું?
બીજી તરફ આઈસલેન્ડના હવામાન વિભાગે પણ આવી જ ચેતવણી જારી કરી છે. આઇસલેન્ડિંક મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે, આવનારા દિવસોમાં આવી અનેક આફતો આવી શકે છે. આને ધ્યાનમાં રાખીને ખાસ તકેદારી રાખવાની જરૂર છે.
5.2ની તીવ્રતાનો ભૂકંપ
તમને જણાવી દઈએ કે શુક્રવારે સાંજે લગભગ 5:30 વાગ્યે રાજધાની રેકજાવિકથી લગભગ 40 કિલોમીટર દૂર એક જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ દક્ષિણ કિનારે પણ આવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે ઘણા ઘરોની બારીઓમાં પણ તિરાડ પડી ગઈ હતી. એએફપીના અહેવાલ મુજબ આઇસલેન્ડના હવામાન વિભાગે જણાવ્યું હતું કે સૌથી મજબૂત આંચકો રિક્ટર સ્કેલ પર 5.2 તીવ્રતાનો હતો.
ADVERTISEMENT
ગ્રીનવિચનો રસ્તો બંધ
નાગરિક સંરક્ષણ અને ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર ગ્રીનવિચ છે. ભૂકંપના કારણે અહીંના રસ્તાઓમાં પણ તિરાડ પડી ગઈ છે. તેથી જ પોલીસે ગ્રીનવિચ તરફ જતો રસ્તો બંધ કરી દીધો છે. રાષ્ટ્રીય પોલીસ વડાએ કહ્યું કે, તીવ્ર ભૂકંપના કારણે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી લાદવામાં આવી રહી છે.
ADVERTISEMENT