દીકરો 30 કરોડની સંપત્તિનો માલિક, પૌત્ર IAS… દાદા-દાદીએ ખાવાનું નહોતું મળતા આપઘાત કરી લીધો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હરિયાણા: “હું જગદીશચંદ્ર આર્ય તમને મારું દુ:ખ કહું છું. મારા પુત્રની બાઢડામાં 30 કરોડની સંપત્તિ છે, પરંતુ તેની પાસે મને આપવા માટે બે ટાઈમનો રોટલો નથી. હું મારા નાના પુત્ર સાથે રહેતો હતો. તેમનું 6 વર્ષ પહેલા અવસાન થયું હતું. તેની પત્નીને થોડા દિવસો સુધી સાથે રાખ્યો, પરંતુ બાદમાં તેણે ખોટા કામ કરવાનું શરૂ કરી દીધું. જ્યારે મેં વિરોધ કર્યો તો મને માર મારવામાં આવ્યો અને ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો.”

વૃદ્ધ દંપતીએ ઝેર પીને પોલીસને ફોન કર્યો
આ શબ્દો છે એક IAS ઓફિસરના દાદા-દાદીની સુસાઈડ નોટમાં લખેલા. આ લખ્યા બાદ દંપતીએ સાથે મળીને ઝેર પી લીધું હતું. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઝેર પી લીધાની વાત કરી હતી. પોલીસ દંપતી પાસે પહોંચી ત્યારે દંપતીએ એક પત્ર સોંપ્યો હતો. તેમની હાલત બગડતી જોઈને પોલીસે બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલામાં ચાર લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

પૌત્ર IAS ઓફિસર છે
વાસ્તવમાં, મામલો હરિયાણાના ચરખી-દાદરીમાં બાઢડાની શિવ કોલોનીનો છે. મૂળ ગોપી વિસ્તારના રહેવાસી જગદીશ ચંદ્ર આર્ય (78) અને ભાગલી દેવીએ (77) સલ્ફાસની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી હતી. મૃતક વૃદ્ધ દંપતી ચરખી દાદરીમાં IAS વિવેક આર્યના દાદા-દાદી હતા. વિવેકના પિતાનું નામ વીરેન્દ્ર છે. વિવેક 2021માં IAS ઓફિસર તરીકે ચૂંટાયા હતા. તેને હરિયાણા કેડર મળ્યો હતો અને હાલમાં તે અન્ડર-ટ્રેઇની છે. વિગતો મુજબ, કે 29 માર્ચની રાત્રે જગદીશ ચંદ્ર અને તેની પત્નીએ ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. દંપતીએ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમને સુસાઈડ નોટ સોંપી હતી. હાલત બગડતી જોઈને પોલીસે દંપતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમની ગંભીર હાલતને કારણે વૃદ્ધ દંપતીને દાદરી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.

ADVERTISEMENT

‘ખાવા માટે વાસી ખોરાક આપતા હતા’
સુસાઈડ નોટમાં જગદીશ ચંદ્ર આર્યએ આગળ લખ્યું છે કે, “ઘરમાંથી કાઢી મૂક્યા પછી, હું બે વર્ષ સુધી અનાથાશ્રમમાં રહ્યો, જ્યારે પાછો આવ્યો ત્યારે તેમણે ઘરને તાળું મારી દીધું હતું. આ સમય દરમિયાન મારી પત્ની પેરાલિસિસનો શિકાર બની અને અમે અમારા બીજા પુત્ર સાથે રહેવા લાગ્યા. થોડા દિવસો પછી બીજા પુત્રે પણ અમને સાથે રાખવાની ના પાડી અને મને વાસી ખાવાનું આપવાનું શરૂ કર્યું. કેટલા દિવસ આ મીઠુ ઝેર ખાઈશ એટલે મેં સલ્ફાસની ગોળી ખાધી. મારા મૃત્યુનું કારણ મારી બે પુત્રવધૂ, એક પુત્ર અને એક ભત્રીજો છે. જેટલા જુલમ આ ચારેયએ મારા પર કર્યા છે એટલા કોઈ પણ પોતાના માતા-પિતા પર ન કરે.

‘સંપત્તિ આર્ય સમાજને આપવી જોઈએ’
જગદીશચંદ્ર આર્યએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, મારી વાત સાંભળનારાઓને વિનંતી કરું છું કે આટલો જુલમ માતા-પિતા પર ક્યારેય ન કરવો જોઈએ. સરકાર અને સમાજે તેમને સજા કરવી જોઈએ. તો જ મારા આત્માને શાંતિ મળશે. મારી બેંકમાં બે એફડી છે અને બાઢડામાં એક દુકાન છે, તે આર્ય સમાજને આપવામાં આવે.

ADVERTISEMENT

માતા-પિતાએ માંદગીના કારણે આપઘાત કર્યોઃ પુત્ર વિરેન્દ્ર
આ મામલામાં મૃતકના દીકરા વીરેન્દ્રએ જણાવ્યું કે ઝેર ખાવાની સૂચના પર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઉંમરના આ પડાવમાં બંને બીમારીના કારણે પરેશાન હતા. આ કારણથી તેમણે આ પગલું ભર્યું છે.

ADVERTISEMENT

પોલીસ શું કહે છે?
આ મામલામાં ડીએસપી વીરેન્દ્ર શિયોરાને જણાવ્યું કે, જગદીશ ચંદ્રએ પોલીસને એક પત્ર આપ્યો હતો. આ સુસાઈડ નોટ ગણી શકાય. પરિવારજનો પર ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ કરતાં મૃતકે ઝેર પીને આત્મહત્યા કરી હતી. તે જ સમયે, મૃતકનો પૌત્ર IAS અધિકારી છે અને હાલમાં તાલીમાર્થી છે. આ અંગે પોલીસે પુત્રવધૂ, પુત્ર વિરેન્દ્ર અને ભત્રીજા બંને સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT