IAF Plane crash: પશ્ચિમ બંગાળમાં વાયુસેનાનું પ્લેન તુટી પડ્યું, માંડ-માંડ બચ્યો પાયલોટનો જીવ
IAF Aircraft Crash: પશ્ચિમ બંગાળના કલાઈકુંડા વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું ટ્રેનર પ્લેન ક્રેશ થઇ ગયું હતું. વાયુસેનાના પાયલોટને ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું આ પ્લેન ક્રેશ થયું હતું.
ADVERTISEMENT

IAF Aircraft Crash: પશ્ચિમ બંગાળના કલાઈકુંડા વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું ટ્રેનર પ્લેન ક્રેશ થઇ ગયું હતું. વાયુસેનાના પાયલોટને ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું આ પ્લેન ક્રેશ થયું હતું. જો કે આ પ્લેન ક્રેશમાં પ્લેન ઇન્સ્ટ્રક્ટર કે પાયલોટને કોઇ જ નુકસાન પહોંચ્યું નથી.
પશ્ચિમ બંગાળના કલાઇકુંડા વિસ્તારમાં પ્લેન ક્રેશ
Indian Air Force Aircraft Crash પશ્ચિમ બંગાળના કલાઈકુંડા વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું ટ્રેનર પ્લેન ક્રેશ થઇ ગયું હતું. રાહતની વાત એ છે કે વિમાનમાં સવાર બંને પાઈલટ સુરક્ષિત છે.
એરફોર્સનું ટ્રેનિંગ માટેનું હોક પ્લેન ક્રેશ થયું
મળતી માહિતી મુજબ, એરફોર્સનું એક હોક ટ્રેનર પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું, જેમાં પાયલટ ટ્રેનિંગ માટે ઉડાન ભરી રહ્યા હતા. પાયલટોને વિમાનમાં ખામી હોવાની શંકા થતાં જ તેઓ તેમાંથી બહાર નીકળી ગયા હતા. આવી સ્થિતિમાં બંને પાયલોટનો જીવ બચી ગયો હતો અને હાલ તેઓ સુરક્ષિત છે.
ADVERTISEMENT
હજી સુધી જાનમાલને કોઇ નુકસાનની માહિતી નથી
એરફોર્સના આ વિમાન દુર્ઘટનામાં કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે. તે જ સમયે, આ અકસ્માતમાં કોઈ નાગરિકને નુકસાન થયું નથી. તેમજ હજુ સુધી જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
ADVERTISEMENT