મને જેલમાં નાખ્યો, દેશ છોડવા મજબુર કર્યા: પાકિસ્તાન પહોંચીને નવાઝનું શક્તિ પ્રદર્શન

ADVERTISEMENT

Nawaj sharif
Nawaj sharif
social share
google news

ઇસ્લામાબાદ : શરીફે ધ્રુજતા અવાજે કહ્યું કે, કઇ રીતે તેમણે પોતાની માં અને પત્નીને રાજનીતિના કારણે ગુમાવી. તેમણે જણાવ્યું કે, જેલમાં વારંવાર અપીલ કરવા છતા તે માં, પિતા અથવા પત્નીને દફન નથી કરી શક્યા.

નિર્વાસનમાં ચાર વર્ષ વિતાવ્યા બાદ પાકિસ્તાન પરત ફરેલા અપદસ્થ વડાપ્રધાન નવાઝ શરીફે શનિવારે મોટી રેલીને સંબોધિત કરી. પોતાના સંબોધનમાં નવાઝ શરીફમાં ઇમરાન ખાન પર નિશાન સાધ્યું લાહોર ખાતે મીનાર એ પાકિસ્તાનમાં સમર્થકોની ભારે ભીડને સંબોધિત કરતા નવાઝ શરીફે કહ્યું કે, તેમને આજે પણ પાકિસ્તાનના લોકો તરફથી એટલો પ્રેમ મળી રહ્યો છે જેટલું ચાર વર્ષ પહેલા દેશ છોડતા સમયે મળી રહ્યો હતો. પીએમએલ-એન સુપ્રીમોએ બહુપ્રતિક્ષિત ભાષણની શરૂઆત એક શેર સાથે કરી હતી.

ત્યાર બાદ તેમણે કહ્યું કે, તમે લોકોને આજે અનેક વર્ષો બાદ મળી રહ્યો છું. પરંતુ તમારો પ્રેમ અને આપણો સંબંધ આજે પણ એવો છે. આ સંબંધમાં કોઇ અંતર નથી. હું તમારી આંખોમાં જે પ્રેમ જોઇ રહ્યો છું. મને તેના પર ગર્વ છે. નવાઝે કહ્યું કે, તેમણે ક્યારેય પણ પોતાના સમર્થકોનો વિશ્વાસઘાત નથી કર્યો. ન કોઇ પ્રકારે બલિદાનથી પાછળ હટ્યા. તેમને યાદ કર્યા કે કઇ રીતે તેમના અને તેમની પાર્ટીના નેતાઓ વિરુદ્ધ નકલી કેસ બનાવ્યા. પરંતુ તમે કોઇએ પીએમએલ-એનનો ઝંડો છોડ્યો નહી.

ADVERTISEMENT

શરીફે કહ્યું કે, મને જણાવો કે તેઓ કોણ છે જે નવાઝ શરીફને તેના દેશથી અલગ કરે છે? આપણે તે લોકો છીએ જેમણે પાકિસ્તાન બનાવવ્યું. અમે પાકિસ્તાનને પરમાણુ શક્તિ બનાવી. અમે લોડશેડિંગને ખતમ કર્યું. તેમણે તે વાત પર પણ જોર આપ્યું કે કઇ રીતે તેમના કાર્યકાળ દરમિયાન લોકોને સસ્તી વિજળી આપવામાં આવી.

    follow whatsapp

    ADVERTISEMENT