મહિલા અનામત બિલને મારૂ સમર્થન છે, OBC કોટા હોવો જોઇએ, 90 માંથી માત્ર 3 સચિવ OBC તે કેવો ન્યાય
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ઓબીસી અનામત વગર મહિલા અનામત બિલ અધુરુ છે. તેમણે પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, કાલે…
ADVERTISEMENT
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ઓબીસી અનામત વગર મહિલા અનામત બિલ અધુરુ છે. તેમણે પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, કાલે હું ચર્ચા સાંભળી રહ્યો હતો અને સેંગોલની ચર્ચા ચાલી રહી હતી. હું બિલ (મહિલા અનામત)નું સમર્થન કરું છું. આ બિલમાં ઓબીસીના અનામતનું પ્રાવધાન હોવું જોઇએ જે મિસિંગ છે.
સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલી રહી છે. બુધવારે લોકસભામાં આ અંગે બોલતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ઓબીસી અનામત વગર મહિલા અનામત બિલ અધુરૂ છે. તેમણે પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, કાલે હું ચર્ચા સાંભળી રહ્યો હતો અને સેંગોલની ચર્ચા જ ચાલી રહી હતી. હું બિલનું સમર્થન કરૂ છું. બધા જ તે વાત સ્વિકારે છે કે, મહિલાઓને સ્થાન મળવું જોઇએ. જો કે આ બિલ પુરૂ નથી. ઓબીસી અનામત હોવું જોઇતું હતું.
પરિસીમનની વાત કરી સરકાર બિલનો ફાયદો ઉઠાવી તેને લટકાવવા માંગે છે
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આ વિચિત્ર છે કે તમે નવા સેન્સ અને પરિસીમનની રાહ જોશો. તમે આજે ત્રીજા ભાગની અનામત આપી શકો છો. તમે તેને ક્યાંકને ક્યાંક ટાળવા માંગો છો. અમારા મિત્રો તમે ધ્યાન ભટકાવવા માંગો છો. એક અદાણી મુદ્દે, તમે જે બિલ્ડિંગ (સંસદ) બનાવી, અમે અહીં રાષ્ટ્રપતિને જોવા માંગીએ છીએ. તેમણે અહીં હોવું જોઇએ. તમે જાતિગત વસ્તીગણતરી પરથી પણ ધ્યાન ભટગાવવા માંગો છો. તમે તેનાથી ધ્યાન ભટકાવી રહ્યા છો.
ADVERTISEMENT
ઓબીસી અનામતનું પ્રાવધાન હોવું જોઇએ
તેમણે કહ્યું કે, આ બિલમાં ઓબીસીની અનામતનું પ્રાવધાન હોવું જોઇએ, જે મિસિંગ છે. સારી એવી નવી બિલ્ડિંગ છે, જો કે તેના કાર્યક્રમમાં દેશની મહિલા રાષ્ટ્રપતિને પણ હોવું જોઇતું હતું. પરિસીમન અને જનગણના પુર્ણ થયાના પ્રાવધાનના બદલે તેને તુરંત લાગુ કરવામાં આવવું જોઇએ. જ્યારે પણ વિપક્ષ જાતીય વસ્તીગણતરીની વાત કરે છે તમે ધ્યાન ભટકાવવાના મુદ્દાઓ લાવવામાં આવે છે.
સરકારમાં માત્ર 3 ઓબીસી સચિવ
તેમણે કહ્યું કે, 90 સચિવ સરકારને સંભાળી રહ્યા છે. તે પૈકી કેટલા ઓબીસી છે? માત્ર 3 ઓબીસીમાંથી આવે છે. તે 5 ટકા જ બજેટ કંટ્રોલ કરે છે. આ ચર્ચા ભારતના લોકોના સત્તાનું હસ્તાંતરણ છે. તે ઓબીસી સમુદાયનું અપમાન છે. તમે બિલ આજે લાગુ કરો અને આજે જ મહિલાઓને ત્રીજા ભાગનું અનામત આપો. આ લિસ્ટ ઓબીસી સમાજનું અપમાન છે. તમે કાસ્ટ સેંસ રિલીઝ કરો જે અમે કર્યું હતું અને તમે નહી કરો તો અમે કરી નાખીશું
ADVERTISEMENT
બિલના આ બે પ્રાવધાનોનો વિપક્ષ કરી રહ્યું છે વિરોધ
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા અનામત બિલનો વિરોધ અત્યાર સુધી કોઇ મોટા દળે વિરોધ નથી કર્યો. અનેક વિપક્ષી દળોએ બિલના પ્રાવધાનો અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. એક તો આ કાયદાને તુરંત કેમ લાગુ કરવામાં નથી આવતી. પરિસીમનની શરત કેમ રાખવામાં આવી છે. બીજી તરફ આ બિલમાં ઓબીસી મહિલાઓ માટે અલગથી કોટા કેમ નથી આપવામાં આવ્યું. માયાવતીએ તેમ પણ કહ્યું કે, બિલના પ્રાવધાનો અનુસાર હાલના એસસી-એસટી કોટામાંથી કાપીને મહિલાઓને અનામત ન આપવામાં આવે પરંતુ મહિલા અનામતના 33 ટકા પૈકી એસસી એસટી મહિલાઓને કોટા આપવામાં આવે.
ADVERTISEMENT
ADVERTISEMENT