ઓસ્ટ્રેલિયામાં વધારે એક ભારતીયની હત્યા, કચરાપેટીમાંથી મળી આવ્યો મૃતદેહ
ઓસ્ટ્રેલિયામાં હૈદરાબાદની એક મહિલાની હત્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાના પતિ પર તેની હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
પતિ હત્યા કર્યા બાદ ભારત પરત ફર્યો
હત્યા કયા કારણથી કરી તે અંગે અસમંજસ
હત્યારા પતિની કયા પ્રકારે ધરપકડ કરવી તે પડકાર
- પતિ હત્યા કર્યા બાદ ભારત પરત ફર્યો
- હત્યા કયા કારણથી કરી તે અંગે અસમંજસ
- હત્યારા પતિની કયા પ્રકારે ધરપકડ કરવી તે પડકાર
ઓસ્ટ્રેલિયામાં હૈદરાબાદની એક મહિલાની હત્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાના પતિ પર તેની હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર મહિલાનો મૃતદેહ શનિવારે બકલીમાં રોડ કિનારે આવેલા કચરાના ડબ્બામાંથી મળી આવ્યો હતો. મહિલા પોતાના પતિ અને પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઇ હતી.
હૈદરાબાદની રહેવાસી 36 વર્ષીય મહિલાની શનિવારે હત્યા કરી દેવાઇ હતી. મહિલાનો મૃતદેહ રોડની બાજુમાં પડેલી ડસ્ટબિનમાંથી મળી આવ્યો હતો. મહિલાનો પતિ જ હાલ હત્યાનો શકમંદ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો લીધો છે. મળતી માહિતી અનુસાર મહિલાની ઓળખ ચૈતન્ય મધગની તરીકે થઇ છે. કથિત રીતે મહિલાના પતિએ આ હત્યા કરી છે.
મહિલાનું નામ ચૈતન્ય મધગની છે. તેના પતિએ તેની હત્યા કર્યા બાદ પોતાના બાળક સાથે ભારત માટે ફ્લાઇટ પકડી હતી. આ અંગે વિક્ટોરિયા પોલીસે જણાવ્યું કે, બપોરે વન્ચેલસી નજીક બક્લીમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મૃત મહિલા માઉન્ટ પોલોક રોડ પર મળી આવી હતી. હોમિસાઇડ સ્કવોર્ડની ડિટેક્ટીવ ટીમ ઘટના સ્થળે તપાસ ચલાવી રહી છે.
ADVERTISEMENT
પોલીસના અનુસાર મિરકા વે, પોઇન્ટ કુક પર અને ઘરે પણ અનેક પુરાવા મળી આવ્યા હતા. જો કે હજી સુધી આ મામલે કોઇ ધરપકડ થઇ નથી. પોલીસનું માનવું છે કે, ગુનેગાર દેશ છોડી ચુક્યો છે. બીજી તરફ ભારતમાં મહિલાનો પરિવાર મૃતદેહ ભારત પરત લાવવા માંગે છે. આ અંગે વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. જી.કિશન રેડ્ડીનો પણ અમે સંપર્ક કર્યો છે. જમાઇએ તેની પુત્રીની હત્યા કર્યાની કબુલાત કરી છે.
ADVERTISEMENT