‘પત્ની શરીર સંબંધ બાંધવાથી ઈનકાર કરે છે’, પતિએ કરેલી ડિવોર્સની અરજી પર હાઈકોર્ટે શું ચૂકાદો આપ્યો?
Husband-Wife Divorece: દિલ્હી હાઈકોર્ટે સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જીવનસાથી દ્વારા સેક્સનો ઇનકાર કરવો એ માનસિક ક્રૂરતાનું એક સ્વરૂપ ગણી શકાય, પરંતુ…
ADVERTISEMENT
Husband-Wife Divorece: દિલ્હી હાઈકોર્ટે સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જીવનસાથી દ્વારા સેક્સનો ઇનકાર કરવો એ માનસિક ક્રૂરતાનું એક સ્વરૂપ ગણી શકાય, પરંતુ ત્યારે જ્યારે તે લાંબા સમય સુધી સતત અને જાણીજોઈને કરવામાં આવે છે. હાઈકોર્ટે પત્ની પર માનસિક ક્રૂરતાનો આરોપ લગાવીને છૂટાછેડાની માંગ કરતી એક વ્યક્તિની અરજી ફગાવી દીધી હતી. પતિનો આરોપ છે કે પત્ની તેની સાથે રહેવા માંગતી નથી. તે સેક્સ કરવાનો ઇનકાર કરે છે. તે તેને ઘર જમાઈ બનાવવા માંગે છે.
‘પત્નીને માત્ર કોચિંગ સેન્ટર ચલાવવામાં જ રસ’
પતિએ દાવો કર્યો હતો કે પત્નીને માત્ર કોચિંગ સેન્ટર ચલાવવામાં જ રસ હતો અને તે તેને કોઈને કોઈ બહાને છોડીને જતી હતી અને સેક્સ કરવાની પણ ના પાડી દેતી હતી. પત્નીની અપીલ પર સુનાવણી કરતા જસ્ટિસ સંજીવ સચદેવા અને જસ્ટિસ મનોજ જૈનની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે જો કે, સેક્સનો ઇનકાર એ માનસિક ક્રૂરતાનું એક સ્વરૂપ ગણી શકાય જ્યારે તે સતત, ઇરાદાપૂર્વક અને લાંબા સમય સુધી હોય. પરંતુ અદાલતે આવા સંવેદનશીલ અને નાજુક મુદ્દા સાથે કામ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જોઈએ.
ડિવોર્સ કેસમાં કોર્ટે શું ચૂકાદો આપ્યો?
કોર્ટે કહ્યું કે, આવા આરોપો માત્ર અસ્પષ્ટ નિવેદનોના આધારે સાબિત કરી શકાય નહીં, ખાસ કરીને જ્યારે લગ્ન પણ વિધિવત રીતે કરવામાં આવ્યા હોય. અદાલતે જણાવ્યું હતું કે, પતિ પોતાના પર કોઈ માનસિક ક્રૂરતા સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો અને હાલના આક્ષેપો માત્ર વૈવાહિક બંધનમાં સામાન્ય ભંગાણનો કેસ હતો અને પુરાવા દર્શાવે છે કે આ વિખવાદ પત્ની અને તેના સાસુ વચ્ચે હતો.
ADVERTISEMENT
બેન્ચે કહ્યું, એવા કોઈ સકારાત્મક સંકેત નથી કે પત્નીનું વર્તન એવું હતું કે તેના પતિ માટે તેની સાથે રહેવું શક્ય ન હતું. સામાન્ય ચીડિયાપણું અને વિશ્વાસ ગુમાવવો એ માનસિક ક્રૂરતા સાથે સરખાવી શકાય નહીં. આ પહેલા નીચલી કોર્ટે પણ દંપતીને છૂટાછેડા આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
ADVERTISEMENT