પતિ નહીં હેવાન, પત્નીને રાત્રે ડ્રગ્સ આપી પરપુરુષો પાસે રેપ કરાવતો, 10 વર્ષે ભાંડો ફૂટ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ફ્રાન્સ: આજકાલ સંબંધોની કોઈ કિંમત નથી. લોકો પોતાના ફાયદા માટે સ્વજનોને પણ વેચી રહ્યા છે. એવા સમાચાર સામે આવ્યા છે, જે વાંચીને તમારો સંબંધોમાંથી વિશ્વાસ ઉઠી જશે. વાસ્તવમાં, દરરોજ રાત્રે એક વ્યક્તિ તેની પત્નીને ડ્રગ્સ આપતો અને પરપુરુષો દ્વારા તેના પર રેપ કરાવતો હતો. બિચારી પત્નીને ખબર પણ ન હતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. આ ચોંકાવનારા સમાચાર ફ્રાન્સના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શરમજનક ઘટનાને લગભગ 10 વર્ષથી અંજામ આપવામાં આવી રહ્યો છે.

51 પુરુષોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું
અહેવાલો અનુસાર, પોલીસે લગભગ 92 કેસની પુષ્ટિ કરી છે. તેમાંથી 51 પુરુષો હતા, જેમની ઉંમર 26 થી 73 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. આ આરોપીઓની બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ બાકીના લોકોને શોધી રહી છે. જે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે તેમાં ફાયરમેન, ડ્રાઈવર, મ્યુનિસિપલ કાઉન્સિલર, બેંકોમાં આઈટી વર્કર, જેલ ગાર્ડ, નર્સ અને પત્રકારોનો સમાવેશ થાય છે.

પત્ની સાથે દુષ્કર્મને વીડિયોમાં કેદ કરતો પતિ
અમાનવીયતાની ચરમ સીમા ઓળંગનાર પતિની ઓળખ ડોમિનિક.પીના રૂપમાં થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ ફ્રાન્સના માઝાનમાં પોતાની પત્ની પર દુષ્કર્મ માટે પરપુરુષોને ઘરે બોલાવતો હતો, એટલું જ નહીં, વ્યક્તિ આ ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરતો હતો. બાદમાં ફૂટેજને USB ડ્રાઇવમાં ‘ABUSES’ નામની ફાઇલમાં સેવ કરી હતી. પોલીસનું કહેવું છે કે, ડ્રાઈવ જપ્ત કરી લેવામાં આવી છે. તો, બળાત્કારની આ કંપાવી નાખતી ઘટનાઓ વર્ષ 2011 અને 2020 વચ્ચે બની હતી. આ દંપતીને ત્રણ બાળકો પણ છે. તેમના લગ્નને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.

ADVERTISEMENT

આરોપીઓને રસોડામાં કપડા ઉતારવાની ફરજ પડાતી
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપવા માટે આખી યોજના બનાવી હતી. તે ખાવામાં ડ્રગ્સ ભેળવતો હતો, જેના પછી પત્ની બેભાન થઈ જતી. તેણે તીવ્ર ગંધવાળા અત્તર પર પ્રતિબંધ મૂક્યો હતો જેથી તેની પત્ની જાગી ન જાય. આટલું જ નહીં લોકોને તમાકુ ખાવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. તાપમાનમાં કોઈ ફેરફારથી બચવા માટે, તે લોકોને ગરમ પાણીમાં હાથ ધોવા માટે કહેતા હતા. આટલું જ નહીં, બાથરૂમમાં કપડાં ન રહે તે માટે વ્યક્તિ રસોડામાં કપડાં ઉતારતા હતા. તેમજ પાડોશીઓ પાસેથી શંકા ન જાય તે માટે તે લોકોની ગાડીઓ શાળા પાસે પાર્ક કરાવતો હતો. પછી અંધારામાં આવવાનું કહેતો.

પોલીસે જણાવ્યું કે, જ્યારે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમાંથી કેટલાકે કહ્યું કે તેઓ જાણતા નથી કે મહિલાને આ વાતની જાણ નથી. જ્યારે કેટલાકે હદ વટાવી હતી. તેમનું કહેવું હતું કે, મહિલા ડોમિનિકની પત્ની છે. તેને જે ગમશે, તે કરાવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT